anil kapoor fully angry karan johar and shahid calls buzurg video
  • Home
  • Entertainment
  • Bollywood
  • લાઈવ શોમાંં હજારો લોકોની સામે અનિલ કપૂર થયો ગુસ્સે, કરણ અને શાહિદને ઝાટકી નાંખ્યા!

લાઈવ શોમાંં હજારો લોકોની સામે અનિલ કપૂર થયો ગુસ્સે, કરણ અને શાહિદને ઝાટકી નાંખ્યા!

 | 9:31 pm IST

ઘણી વખત બોલિવૂડ શોમાં અભિનેતાઓ સામસામે લડતાં હોય છે અને વાત જગજાહેર થઈ જતી હોય છે. એવું જ કંઈક થયું હતું કરન જોહર, શાહિદ કપૂર અને અનિલ કપૂર સાથે. આમ તો લોકો હમેશાં અનિલ કપૂરની ફિટનેસના વખાણ કરતાં જોવા મળે છે. હાલમાં અનિલ કપૂરનો એક વીડિયોવાયરલ થઈ રહ્યો છે. જેમાં ફિલ્મમેકર કરણ જોહર અને એક્ટર શાહિદ કપૂર, અનિલ કપૂરને વૃદ્ધ અને સીનિયર એક્ટર કહેતા અનિલ ભડકી ગયો હતો અને સ્ટેજ છોડીને જતો રહ્યો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કરણ જોહર અનિલને પૂછે છે કે અનિલ સર તમે કેમ છો? તેના જવાબમાં અનિલ કહે છે હું હેન્ડસમ છું. શાહિદ કપૂરે પૂછ્યું કે-જ્યારે તમે યંગસ્ટર્સને એવોર્ડ આપો છો તો કેવું ફીલ થાય છે. અનિલ કહે છે કે, જ્યારે એક યંગસ્ટર બીજા યંગસ્ટરને એવોર્ડ આપે છે ત્યારે તમે ઈન્સ્પાયર ફીલ કરો છો. વચ્ચે કરણ જોહર કહે છે કે તમે અમારા સીનિયર છો, અમારા વડીલ છો. જેના પર અનિલ કહે છે, હું શાહિદનો સીનિયર છું પણ તારો સીનિયર ક્યાં એંગલથી લાગું છું.

આગળ કરણ વીડિયોમાં અનિલને કહે છે સર હું તમારાથી નાનો છું. પણ તમે સોનમ વિશે તો નહીં કહી શકો છો. તમે એના તો પિતા છો. તમે સીનિયર છો મને ખબર છે. કરણની વાત પર અનિલ ભડકી જાય છે અને કહે છે શું સીનિયર સીનિયર કરો છે. હું રિટાયર થઈ ગયો છે કે મને પેન્શન મળી રહ્યું છે. ત્યારબાદ જ્યારે કરણ અને શાહિદ તેને સોરી કહે છે તો અનિલ કહે છે શું સોરી, અંગ્રેજોએ સોરી શીખવાડી દીધું અને પછી અનિલ ગુસ્સામાં ત્યાંથી જતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન