Anil Kapoor Shared Video of His Running
  • Home
  • Featured
  • 61 વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તેટલી ઝડપથી દોડ્યા અનિલ કપૂર

61 વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તેટલી ઝડપથી દોડ્યા અનિલ કપૂર

 | 4:23 pm IST

અનિલ કપૂરની ઉંમર 61 વર્ષની છે, પરંતુ તે પોતાના લૂક અને ફિટનેસને લઇને યુવાઓને પણ શરમાવે તેટલો સજાગ છે. તાજેતરમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. તેમની ફિટનેસનો અંદાજે આ વિડીયો પરથી જોઇ શકાય છે. આ વિડીયોમાં અનિલ કપૂર ઝડપથી દોડી રહ્યા છે.

અનિલ કપૂર સોશિયલ મીડિયા પર એક્સરસાઇઝ કરવાની તસવીરો અને ફોટો શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફીલ્ડ પર દોડ લગાવવાનો વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોને અત્યાર સુધી 2 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે. અનિલ કપૂરે આ વિડીયોનાં કેપ્શનમાં લખ્યું છે, ‘એક સમય હતો, જ્યારે હું ઈજાનાં કારણે સારી રીતે ચાલી નહતો શકતો. મને રિકવર થવામાં ઘણો લાંબો સમય લાગી ગયો, પરંતુ હવે મને લાગી રહ્યું છે કે મે પુનરાગમન કરી લીધું છે. આ મારા માટે એક ઉપલબ્ધિ જેવું છે અને મારી એક મોટી જીત છે.’

અનિલ કપૂર પોતાને ફિટ અને એનર્જેટિક રાખવા માટે ઘણી મહેનત કરે છે. કેટલાક દિવસ પહેલા તેમણે જીમમાં કસરત કરતો વિડીયો શેર કર્યો હતો.