Anil Starch crore scam: Amol Seth, Shiv Prasad Kabra sent on remand
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અનિલ સ્ટાર્ચનુું કરોડોનું કૌભાંડ: અમોલ શેઠ, શિવપ્રસાદ કાબરાને રિમાન્ડ પર મોકલાયા

અનિલ સ્ટાર્ચનુું કરોડોનું કૌભાંડ: અમોલ શેઠ, શિવપ્રસાદ કાબરાને રિમાન્ડ પર મોકલાયા

 | 6:09 am IST
  • Share

  • ગેરકાયદે રોકાણોમાંથી મકાઈ ખરીદ્યાની રિસિટ્સ બતાવી પણ વાસ્તવમાં કોઈ ખરીદી જ નહીં
  •  7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.
  • આરોપીઓ દ્વારા 100 થી વધુ રોકાણકારો પાસેથી 100 કરોડથી વધુ રૃપિયા ઉઘરાવી લીધા હોવાનું તપાસમાં ખુલ્યુ છે. 

 

અનિલ સ્ટાર્ચના પ્રમોટર્સે ભેગા મળી છ પેટા કંપનીઓ સ્થાપી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રૃ. 1500 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી અને પ્રમોટર અમોલ શેઠ તથા અન્ય આરોપી શીવપ્રસાદ કાબરાની સોમવારે મોડી રાત્રે ધરપકડ જાહેર કર્યા બાદ મંગળવારે ગ્રામ્ય કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જેમાં સુનાવણીના અંતે કોર્ટે તેમને બે દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો.

આખા કેસમાં મહત્ત્વની બાબત એ છે કે, 16 લાખના કૌભાંડની અન્વયે અમોલ શેઠ અને શીવપ્રસાદની ધરપકડ કરવામાં આવી છે તેની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને એ પણ જાણવા મળ્યું કે, અમોલ શેઠ સહિત અનિલ સ્ટાર્ચના પ્રમોટર્સે 100થી વધુ રોકાણકારોના 100 કરોડ રૃપિયાનું ફૂલેકું ફેરવી દીધું છે. અનિલ સ્ટાર્ચના મુખ્ય પ્રમોટર્સ અમોલ શેઠે રોકાણકારોના નાણાંમાંથી ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય જગ્યાએ જમીનો અને અન્ય મિલકતો ખરીદી હોવાના દસ્તાવેજો મળ્યા છે.

અનિલ સ્ટાર્ચ કંપનીના શિરછત્ર હેઠળ અનિલ ટ્રેડ કોમ, સિધ્ધાર્થ કોન માર્ટ, અનિલ એગમાર્ટ, અનિલ બાયોપ્લસ, અનિલ ન્યુટ્રીઅન્સ જેવી પેટા કંપનીઓમાં રોકાણકારોના નાણાં મેળવી લીધા હતા. આ કંપનીઓના ડિરેકટરોની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. આરોપીઓ માટે સાત દિવસના રિમાન્ડની માગના સમર્થનમાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, બંને આરોપીઓને સાથે રોકાણકારોના નાણાં કયા ગયા અંગેની તપાસ કરવાની છે. આરોપીઓ દ્વારા 100 થી વધુ રોકાણકારો પાસેથી 100 કરોડથી વધુ રૃપિયા ઉઘરાવી લીધા હોવાનું તપાસમાં ખુલ્યુ છે. આરોપી સામે અમદાવાદ શહેરમાં છ જેટલા પોલીસ મથકોમાં ચિટીંગની ફરિયાદો નોંધાઈ છે. રોકાણકારોને બિલ ઓફ એક્ષ્ચેન્જની રીસીપ તથા મકાઈ ખરીદીના રીટેઈલ ઈન્વોઈસ આપતા હતા તે મકાઈ ખરીદ કરવામાં આવતી હતી કે ફકતને ફકત બિલો બનાવવામાં આવતા હતા.

ખરેખર મકાઈ ખરીદી કરવામાં આવતી નહોતી અને માત્ર બિલો બનાવીને રોકાણકારોના નાણાં લઈને તેમને પોસ્ટ ડેટેઈડ ચેક આપવામાં આવતા હતા. આરોપીઓએ અનિલ ટ્રેડ, યુનિક એકમાર્ટ, અનિલ લીમીટેડ સહિત છ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. જેમાં રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવીને તે નાણાં અનિલ સ્ટાર્ચ કંપનીમાં લાવવામાં આવતા હતા. આ કંપનીઓમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ડિપોઝીટરોને લોભામણી જાહેરાતો આપીને કરોડો રૃપિયા ઉઘરાવી લીધા હતા.

રોકાણકારોના નાણાં કોર્પોરેટ ડીપોઝીટ તરીકે અનિલ સ્ટાર્ચમાં પ્રમોટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતુ. ડીપોઝીટર્સને વ્યાજ કે મૂડી કશું જ પાછું ન મળતા કંપનીમાં હોબાળો કરતા ચેકો આપવામાં આવ્યા હતા. જે ચેકો પણ પરત ફર્યા હતા. અનિલ સ્ટાર્ચ અને તેની સીસ્ટર કંપનીઓ સામે અમદાવાદની કોર્ટમાં ચેક પરત ફરવાના 50 થી વધુ કેસો નોંધાયેલા છે. બન્ને આરોપીઓને સાથે રાખીને કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન કરવું જરૃરી છે. જેથી રીમાન્ડ મંજૂર કરવા જોઈએ.

આરોપીઓ તરફથી એડવોકેટ સંજય ઠક્કરએ કોર્ટને જણાવ્યુ હતુ કે તપાસમાં પુરો સહકાર આપ્યો છે. છ વર્ષ પહેલાના વ્યવહારો અંગે અત્યારે પોલીસ દ્વારા ખોટી રીતે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની હાજરી સિવાય પણ તપાસ થઈ શકે તેમ છે. જેથી રિમાન્ડ અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.

અનિલ સ્ટાર્ચના કંપનીના માલિક અમોલ શેઠ, અનીસ શેઠ, કમલ શેઠ, પાયલ શેઠ સહિત અન્યો સામે રોકાણકારોએ અઢી વર્ષ પહેલા મુખ્યમંત્રી, સીઆઈડી ક્રાઈમ સહિત અન્ય જગ્યાએ ફરિયાદો કરી હતી. જેમાં અમોલ શેઠ અને તેના મળતિયાઓએ પોતાની રાજકીય વગ વાપરીને સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદોનું પીલ્લુ વાળી દીધું હતું. અહીં થતી એક પણ ફરિયાદોમાં પ્રાથમિક તપાસ પણ કરવાની તસ્દી લેવાતી ન હતી.

અનિલ સ્ટાર્ચ કંપની અને તેની સીસ્ટર કંપનીઓ દ્વારા બેંકોમાંથી આશરે 800 કરોડથી વધુ રૃપિયા ઉઘરાવી લીધા હતા.જે અંગે બેંક ઓફ ઈન્ડીયા લીડ બેંક રહીને રીકવરી માટે કાર્યવાહી હાથ ધરી હતી. અમોલ શેઠ દ્વારા એનસીએલટીમાં કાર્યવાહી કરીને બેંકોના રૃપિયા એક યા બીજા કારણોસર ભરતા નથી.  બીજી તરફ કરોડોનું ફુલેકુ ફેરવ્યા છતાં અમોલ શેઠે તેનો જન્મદિન ગાંધીનગર ફાર્મ હાઉસમાં ભવ્ય ઉજવણી કરી હતી.

અનિલ સ્ટાર્ચ કંપની અને તેની સીસ્ટર કંપનીઓમાં રોકાણ કરનાર હજારો રોકાણકારોને ફોરવર્ડ ડેટની ચેકો આપીને શાંત પાડયા હતા. જો કે, રોકાણકારોની ધીરજ ખૂટતા તેમને ચેકો ભરીને અમદાવાદની કોર્ટમાં 700 જેટલી ચેક રીર્ટનની ફરિયાદો કરી હતી. જેમાં કોર્ટો દ્વારા અમદાવાદના સરનામે વોરન્ટો કાઢવામાં આવ્યા હતા. જો કે, અમોલ શેઠ ગાંધીનગર ફાર્મ હાઉસમાં રહેતા હોવાથી વોરન્ટની બજવણી થઈ શકતી નહોતી.

અનિલ સ્ટાર્ચ લીસ્ટેડ કંપની હોવાથી શેર હોલ્ડરો સિવાય કોઈ પાસેથી ડિપોઝીટ લઈ શકે નહીં. જેથી તેના પ્રમોટરો દ્વારા અનિલ ટ્રેડ,સિધ્ધાર્થ કોન માર્ટ, અનિલ અગમાર્ટ ,અનિલ બાયોપ્લસ , અનિલ ન્યુટ્રીઅન્સ યુનિક એકમાર્ટ, અનિલ લીમીટેડ સહિતની કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. અનિલ સ્ટાર્ચના નામે આ કંપનીઓમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ડિપોઝીટરોને લોભામણી જાહેરાતો આપીને કરોડો રૃપિયા ઉઘરાવી લીધા હતા.

ક્રાઈમ બ્રાન્ચના તપાનસીશ અધિકારીની ગંભીર બેદરકારી બહાર આવી છે. અનિલ સ્ટાર્ચના મુખ્ય પ્રમોટર્સ અમોલ શેઠની ક્રાઈમ બ્રાન્ચે 10મી ઓકટોબરના રોજ ધરપકડ બતાવી હતી. પણ પાછળથી આ ફરિયાદમાં જીપીઆઈડીની કલમનો ઉમેરો કરીને કોર્ટમાં મોકલી. આમ જીપીઆઈડીની ગંભીર કલમનો પાછળથી ઉમેરો મોકલી આપતા તેનો સીધો ફાયદો આરોપીને થાય તે રીતે કરી આપવામાં આવ્યો હોવાનું કાનૂની નિષ્ણાતો માની રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો