Anil Starch Mill worth Rs 1,200 crore was auctioned for Rs 401 crore
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • 1,200 કરોડમાંય અનિલ સ્ટાર્ચ મિલનો લેવાલ ન મળતાં હવે 401 કરોડમાં હરાજી

1,200 કરોડમાંય અનિલ સ્ટાર્ચ મિલનો લેવાલ ન મળતાં હવે 401 કરોડમાં હરાજી

 | 9:06 am IST
  • Share

  • લોભામણી લાલચો આપી રોકાણકારોના રૂ. 1,500 કરોડ ઉઘરાવવાનું કૌભાંડ

  • મિલની મશીનરી, ભંગાર રાજકોટના કુખ્યાત અનિરુદ્ધસિંહ રીબડાએ 47 કરોડમાં ખરીદી

લોભામણી લાલચો આપી રોકાણકારોના રૂ. 1,500 કરોડ ઉઘરાવી કૌભાંડ આચરવાના ગુનાના મુખ્ય આરોપી અને અનિલ સ્ટાર્ચના અમોલ શેઠની આ મિલને વેચી દેવું ચૂકવવાના તેના હવાતિયાં સતત નિષ્ફળ રહ્યાં છે. આ મિલને પહેલાં રૂ. 1,200 કરોડમાં વેચવાની જાહેરાત આપી હતી, પરંતુ તેમાં કોઈ ખરીદનાર ન મળતાં રૂ. 800 કરોડ અને હવે માત્ર 401 કરોડમાં તેના વેચાણની હરાજી ગોઠવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અગાઉ આ જ મિલની મશીનરી અને અન્ય ભંગાર ભાવનગરના કુખ્યાત અનિરૂદ્ધસિંહ રીબડાએ રૂ. 47 કરોડમાં ખરીદી હોવાનુંય સૂત્રોએ જણાવ્યું હતું.

અમોલ શેઠ એન્ડ કંપનીએ અનીલ સ્ટાર્ચના ઓઠા હેઠળ તેના સગાં-સબંધીઓ તેમજ વિશ્વાસુ મિલના કર્મચારીઓને ભેગા કરીને સાત પેટા કંપનીઓ ખોલીને લોકોનુ કરોડો રૂપિયાનુ ફુલેકુ ફેરવીને રાતાપાણીએ રોવડાવ્યા છે. અલગ-અલગ બેન્કોમાંથી લોંન લઇને પૈસાની ભરપાઇ ના કરતાં તેની અનીલ સ્ટાર્ચ મીલ સહીતની અનેક પ્રોપર્ટીઓ જુદી-જુદી બેન્કોએ જપ્ત કરી લીધી છે. તેની પણ હરાજી થવા માંડી છે. નજીકના દિવસોમાં હજુ અમોલ શેઠના કેસમાં મોટા ખુલાસા થશે તેમ પોલીસસુત્રો તરફથી જાણવા મળ્યુ છે.

કોટેશ્વરના ફાર્મમાં વૈભવી કારનો કાફલો તહેનાત

ગાંધીનગરના કોટેશ્વર ગામમાં એક ફાર્મ હાઉસ આવેલુ છે. જેમાં તે રહેતો હતો તે છ એકરમાં ફેલાયેલુ છે. તેમ ક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યુ છે. આ ઉપરાંત અમોલ શેઠના ફાર્મમાં ભુલ-ભુલામણી જેવા રસ્તાઓ પણ છે. જેથી અમોલ શેઠને કોઇ પણ મળવા આવે તે પહેલા તેને તેના સિકયુરિટી ગાર્ડ પાસે વાત કરવી પડે. ફાર્મ હાઉસની જમીનના હાલના ભાવ પ્રમાણે અંદીજીત કિંમત 35 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત લકઝુરીયસ ટોયોટા કેમરી અને ઇલાન્ટા કાર પણ પોલીસ જપ્ત કરશે. આ સિવાય ર્મિસડીઝ અને ઇનોવા જેવી અનેક કારો હોવાનુ જાણવા મળ્યું છે.

અનિલ સ્ટાર્ચ કૌભાંડમાં ફોરેન્સિક ઓડિટ કરાવીને આઇટી અને ઇડીને જાણ કરાશે

અનિલ સ્ટાર્ચ કૌભાંડમાં 12 બ્રોકરો 200 કરોડનું રોકાણ કરાવી નાસી છૂટયા

અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠે 20 કંપનીઓ ખોલીને તેની કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપીને ઉંચા વળતર આપવામા આવશે તેવી જાહેરાત કરીને બ્રોકરો સાથે મળીને રોકાણકારો પાસે 200 કરોડનુ રોકાણ કરાવીને હાથ ઉંચા કરી દીધા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર કૌભાડમાં અમોલ શેઠના સગા  સમપ્રતિ મહેન્દ્ર શેઠની ધરપકડ કરી છે જે અનિલ ગ્રૂપની કંપનીમાં ડાયરેક્ટર  છે.  જ્યારે વધુ 8 ફરિયાદો પર હાલ કાર્યવાહી ચાલી રહી છે એટલુ જ નહિ ક્રાઇમ બ્રાન્ચ ડીજીટલ ડેટા ,બેન્ક ડિટેઇલ ,પર્સનલ ડેટા અને કંપનીઓની માહિતી સાથે ફોરેન્સિક ઓડિટ કરાવીને ઇન્કમટેકસ અને એન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) જાણ કરીને બેનામી મિલકતો ટાંચમાં લેવાની કામગીરી કરશે.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ચૈતન્ય માંડલિકનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે, અમોલ શેઠની અત્યાર સુધી 20 કંપનીઓની માહિતી બહાર આવી છે. 20 કંપનીઓમાં 800 કર્મચારીઓ હતા. હવે માત્ર 8 કર્મચારીઓ રહ્યા છે તેની પર્સનલ પ્રોપર્ટી 200 કરોડની છે અને 12 બ્રોકરો મારફતે અંદાજે 200 કરોડની માતબર રકમ મેળવી છે. આ રકમનુ રોકાણ કર્યાં કર્યુ તેની તપાસ ચાલી રહી છે. કેટલીક કંપનીઓ બોગસ હોવાનુ પણ જણાયુ છે પણ તપાસ બાદ સાચી માહિતી બહાર આવશે. અમોલ સાથે સંડોવાયેલા એકપણ બ્રોકરને છોડવામા આવશે નહિ .આ એક લાર્જ સ્કેલ પર ચાલી રહેલુ સ્કેમ છે. બે નંબરના નાણાનુ રોકાણ અનિલ સ્ટાર્ચ, અનિલ બોયટેક, અનિલ એનર્જી સહિત અનેક કંપનીઓમાં કરાયુ છે. સમગ્ર કેસમાં મની લોન્ડીરીગ થયુ છે ઉપરાતં ઇન્મટેકસની ચોરી થઇ હોવાનુ શક્યતાઓ નકારી શકાય એમ નથી. બંને સેન્ટ્રલ એજન્સીઓનો સપર્ક કરીને બેનામી પ્રોપર્ટી સીઝ કરાશે.

મની લોન્ડરીગની સાથે હવાલા કૌભાડની શંકા છે. બેન્કો જમા થયેલી રકમ ચેક કે આરટીજીએસની ઉપાડીને તે નાણાનુ રોકાણ કર્યા કર્યુ તેની માહિતી મેળવવામા આવી રહી છે. ફોરન્સીલ ઓડિટ કરાવ્યા બાદ વધુ ધરપકડ કરવામા આવે તેવા સંકેતો ડીસીપી ચૈતન્ય માંડલિકે  આપ્યા છે. ફોરેન્સીક ઓડિટની મંજુરી માટે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની મંજુરી લેવામા આવશે. જેની આજ રોજ ધરપકડ કરાઇ છે તે અનિલ સ્ટાર્ચની પેટા કંપનીઓ પૈકીની એક કંપનીમાં ડિરેક્ટર છે. 20 કંપનીઓમાં જેમને ડિરેક્ટર રાખવામા આવ્યા હતા તેમની પણ તપાસ થશે. 1500 કરોડનુ કૌભાડ કરીને કર્મચારીઓને છુટા કરી દેવામા આવ્યા હોય શંકા ઉપજાવે તેવી બાબત છે.  20 કંપનીઓ આરઓસીમાં રર્જીસ્ટડર્ડ હતી કે નહિ તેની માહિતી આરઓસીમાંથી મેળવીને ડિરેક્ટરોને શોધવામા આવશે.

ફોરેન્સિક ઓડિટ એટલે શું ?

ફોરેન્સિક ઓડિટ એટલે કે અમોલની તમામ કંપનીઓનો સાયન્ટીફિક તેમજ ફીઝીકલી ડેટા મેળવીને તેના હિસાબોની તપાસ કરવી. આ ઉપરાંત અમોલની ખેરખર કેટલી કંપની છે, કયા પૈસા કયાંથી ક્યાં ફેરવવામા આવ્યા તે તમામ બાબતોનો તાનાવાના મેળવીને આખા કૌભાંડને બહાર પાડવામા આવશે તેમજ તેની પોતાની ખાનગી મિલ્કતો તેમજ બેનામી પૈસાથી લીધેલી તમામ મિલ્કતોને પોલીસ જપ્ત કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો