Anil Starch's Rs 1,500 crore scandal: Amul Seth finally arrested
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અનિલ સ્ટાર્ચનો 1,500 કરોડનો કાંડ : અમૂલ શેઠની અંતે ધરપકડ

અનિલ સ્ટાર્ચનો 1,500 કરોડનો કાંડ : અમૂલ શેઠની અંતે ધરપકડ

 | 7:48 am IST
  • Share

  • અનેક રોકાણકારોને રોવડાવનારને રાજસ્થાનના જેસલમેરથી ઝડપી લેવાયો, કોર્ટે એક દિવસના રિમાન્ડનો આદેશ કર્યો
  • બે વર્ષમાં અનિલ સ્ટાર્ચ સામે રોકાણકારોએ 700થી વધુ ફરિયાદો કરી
  • અમૂલ શેઠ ઉપરાંત શિવપ્રસાદ કાબરાને પણ ઝડપી લેવાયો

છ પેટા કંપનીઓ સ્થાપી અનિલ સ્ટાર્ચ કંપનીના પ્રમોટરોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રૂ.1500 કરોડનું જે કૌભાંડ આચર્યં હતું તેમાં એક મહત્ત્વની સફળતા સ્વરૂપે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રમોટર્સમાંથી મુખ્ય અમૂલ શેઠને રાજસ્થાનના જેસલમેરની સૂર્યગઢ હોટલમાંથી ઝડપી લઈને અમદાવાદ લાવ્યા હતા.

પોલીસે આરોપી અમૂલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. આ ઉપરાંત, આ જ કૌભાંડમાં સંડોવાયેલા શીવપ્રસાદ કાબરાને પણ ઝડપી લેવાયા છે.  બીજી તરફ અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠની ધરપકડ થયાની જાણ અન્ય રોકાણકારોને થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ભોગ બનેલાઓ ફરિયાદ કરવા દોડી ગયા છે. પણ કંપનીના અન્ય માલિકો ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે.

અનિલ સ્ટાર્ચના કંપનીના માલિક અમૂલ શેઠ, અનીસ શેઠ, કમલ શેઠ, પાયલ શેઠ સહિત અન્યો સામે રોકાણકારોએ બે દરમિયાન ગાંધીનગર મુખ્યમંત્રી, સીઆઈડી ક્રાઈમ સહિત અન્ય જગ્યાએ ફરિયાદો કરી હતી. જો કે, અમૂલ શેઠ રાજકીય પીઠબળ ધરાવીને તેમની સામેની ફોજદારી કાર્યવાહી અઢી વર્ષથી દબાવી રાખવામાં સફળ રહ્યા હતા.

બીજી તરફ અનિલ સ્ટાર્ચ કંપનીમાં રોકાણ કરનાર હજારો રોકાણકારો અને બેંકો પાસેથી બે બજાર કરોડથી વધુની ડિપોઝીટો ઉઘરાવીને વ્યાજ કે નાણાં નહીં આપતા અમદાવાદની કોર્ટમાં 700 જેટલી ચેક રીર્ટનની ફરિયાદો કરી હતી. જેમાં કોર્ટો દ્વારા વોરન્ટો કાઢવામાં આવ્યા હતા. જો કે, અમૂલ શેઠ ગાંધીનગર ફાર્મ હાઉસમાં રહેતા હોવાથી વોરન્ટની બજવણી થઈ શકતી નહોતી. કરોડોનું ફુલેકુ ફેરવનાર અમૂલ શેઠે ચાર વર્ષ પહેલો તેનો જન્મદિન ગાંધીનગર ફાર્મ હાઉસમાં ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં મોટી હસ્તીઓ અને ફુલેકુ ફેરવનારાઓ હાજર રહ્યા હતા.

અનિલ સ્ટાર્ચ લીસ્ટેડ કંપની હોવાથી શેર હોલ્ડરો સિવાય કોઈ પાસેથી ડિપોઝીટ લઈ શકે નહીં. જેથી તેના પ્રમોટરો દ્વારા અનિલ ટ્રેડ, યુનિક એકમાર્ટ, અનિલ લીમીટેડ સહિત છ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. અનિલ સ્ટાર્ચના નામે આ કંપનીઓમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ડિપોઝીટરોને લોભામણી જાહેરાતો આપીને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. રોકાણકારોના નાણાં કોર્પોરેટ ડીપોઝીટ તરીકે અનિલ સ્ટાર્ચમાં પ્રમોટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતુ. ડીપીઝીટરોને વ્યાજ કે, નાણાં નહીં મળતા કંપનીમાં હોબાળો કરતા ચેકો આપવામાં આવ્યા હતા. જે ચેકો પણ પરત ફરતા કંપનીમાં રજૂઆત કરી હતી.

પરંતુ કંપની દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.ત્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક રોકાણકારએ અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠ સહિત અન્ય સામે રૂ.16 લાખની ઠગાઈની ફરિયાદ કરી હતી.જેમાં ક્રાઈમ બ્રાન્ચે અમૂલ શેઠ જેસલમેર હોવાની બાતમી મળતા એક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને સૂર્યરથ હોટલમાંથી અમૂલ શેઠને ઝડપીને અમદાવાદ લાવી હતી.  

ક્રાઈમ બ્રાન્ચે અમૂલ શેઠને અમદાવાદની કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જેમાં અન્ય આરોપીઓની તપાસ કરવાની છે. આ કૌભાંડમાં રોકાણકારોના નાણાં અંગે તપાસ કરવાની છે. આરોપી અમૂલ શેઠએ કરોડોનું ફુલેકુ ફેરવ્યુ હોય તેમાં સામેલ આરોપીઓની તપાસ કરવાની છે. આરોપીને સાથે રાખીને તેમની કંપનીમાં રોકાણકારોના દસ્તાવેજો તથા કોમ્પ્યુટરો કબજે લેવાના છે.

આરોપીએ ગુજરાત ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ કરોડોનું કૌભાંડ આચર્યુ છે. આરોપીને સાથે રાખીને કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન કરવું જરૂરી છે. જેથી રીમાન્ડ મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને એક દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો