ઘરને યૂનિક રીતે ડેકારેટ કરવા આ રીતે બનાવો એનિમલ હેડ ક્રાફ્ટ - Sandesh
  • Home
  • Lifestyle
  • ઘરને યૂનિક રીતે ડેકારેટ કરવા આ રીતે બનાવો એનિમલ હેડ ક્રાફ્ટ

ઘરને યૂનિક રીતે ડેકારેટ કરવા આ રીતે બનાવો એનિમલ હેડ ક્રાફ્ટ

 | 12:23 pm IST

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે બીજા કરતા તેમનું ઘર સુંદર દેખાય. બહારથી આવેલા મહેમાન પણ તેમનું ઘરનું ડેકોરેશન જોઈને વખાણ કરે. તેવામાં ઘરને સજાવવા માટે લોકો બજારમાંથી સુંદર અને મોંઘી ડેકોરેટીવ વસ્તું ખરીદીને લાવતા હોય છે. જો તમારે પૈસા ના ખર્ચવા હોય તો તમે ઘરે જ વેસ્ટ મટિરિયલમાંથી તમે પોતાની ક્રિએટિવિટિ બતાવીને સુંદર ક્રાફ્ટ બનાવી શકો છો. તેનાથી પૈસા પણ બચશે અને તમને કઈંક નવું શીખવા પણ મળશે. આજે અમે તમને જણાવીશું કે નકામી વસ્તુંનો ઉપયોગ કરીને તમે કાવી રીતે ઘરે ક્રાફ્ટની વસ્તું બનાવી શકો છો.શકો છો. તેનાથી તમારા ઘરની શોભા વધશે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે છાપામાંથી એનિમલ હેન્ડસ બનાવવા.

તેને બનાવવા માટે જોઈશે, છાપા, એક બાઉલ, જાડું પેપર, કાતર અને ગુંદર, પેઈન્ટ બ્રશ અને એક્રિલિક પેન્ટ, પેન્સિલ, વાયર કટર, માસ્કિંગ ટેપ, ફ્લોરલ
વાયર, આઈ હુક

આ રીતે બનાવો :

1. સૌથા પહેલાં એક જાડું પેપર લઈને તેને રાઉન્ડ શેપમાં કટ કરી લો. તેના પછી વાયર કટ કરીને તેને જે પ્રાણી બનાવવા માંગતા હોય તે પ્રાણીના કાનનો શેપ આપો.

2. તેના પછી છાપાના ગોળ આકારમાં કટ કરીને તેને ટેપથી ચોંટાડી દો.

3. વાયરમાંથી બનાવવામાં આવેલ કાનને ગુંદરની મદદથી તેને માથાનાં ભાગ પર લગાવી દો.

4. માસ્કિંગ ટેપ લઈને તેને સારી રીતે કવર કરી લો.

5. ઓટો પેસ્ટ લઈને તેના પર સારી રીતે લગાની દો. તેના પછી તેને સૂકવવા દો.

6. તે સારી રીતે સુકાય જાય તેના પછી તેના પર પેન્સિલની મદદથી આંખ, નાક અને મોઢું ડ્રો કરો.

7. હવે તેને એક્રિલિક પેઈન્ટની મદદથી તેને પેઈન્ટ કરી લો અને થોડીક વાર સુધી તેને સુકવવા માટે મુકી દો.

8. હવે ગુંદર લઈને તેની પાછળ હુંક લગાવો અને તેને થોડીક વાર માટે સૂકવવા દો.

9. તમે તેને ઘરની દિવાલ પર લગાવી શકોને ઘરને સજાવી શકો છો.