photo gallery, anita hassanandani, birthday, viral photos, popular tv star
  • Home
  • Featured
  • Photos: ટીવી સ્ટાર નાગિને દોસ્તો સાથે જન્મદિવસ ઉજવ્યો, કરી ધમાલ મસ્તી

Photos: ટીવી સ્ટાર નાગિને દોસ્તો સાથે જન્મદિવસ ઉજવ્યો, કરી ધમાલ મસ્તી

 | 4:07 pm IST

ટીવીની પ્રખ્યાત એકટ્રેસ અનીતા હસનંદાનીએ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. આ સેલિબ્રેશનમાં ટીવી ઇંડસ્ટ્રીઝના લોકપ્રિય સ્ટાર્સ પહોંચ્યા હતા. અનીતા ટીવી ક્ષેત્રે ખુબજ જાણીતો ચહેરો છે.

અનીતાના જન્મદિવસ પર દિવ્યાંકા ત્રિપાઠી અને પતિ એક્ટર વિવેક દહિયા સાથે નજર આવી હતી. અનીતા અને દિવ્યાંકા બંને યે હે મોહબ્બતે શોમાં સાથે કામ કરતા હતા. બંને ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન એક બીજા સાથે સમય વીતાવતી જોવા મળે છે.

ટીવીના કલાકારો ખુબજ વ્યસ્ત હોવા છતાં ટાઈમ કાઢીને પહોંચ્યા હતા. અનીતાનો જન્મદિવસ ખાસ બનાવવા મિત્રોએ એક પાર્ટી રાખી હતી. ટીવી શો નાગિનમાં કામ કરેલી અનીતા નાગિન-3માં મુખ્ય રોલ કરતી સુરભી જ્યોતિ પણ પહોંચી હતી. સુરભીએ સોશિયલ મીડિયા પર સેલ્ફી લેતા પિક્ચર પણ શેર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન