Anita Hassanandani workout video with husband Rohit Reddy viral
  • Home
  • Videos
  • અનોખી સ્ટાઈલમાં વર્કઆઉટ કરીને છવાઈ ગયા નાગિન અને તેનો પતિ

અનોખી સ્ટાઈલમાં વર્કઆઉટ કરીને છવાઈ ગયા નાગિન અને તેનો પતિ

 | 6:31 pm IST

કલર્સના પોપ્યુલર શો નાગિન-3થી એક્ટ્રેસ અનીતા હસનંદાની ફરીથી ચર્ચામાં આવી છે. યે હૈ મહોબ્બતેંમાં શગુનનો રોલ કર્યા બાદ હવે તે નાગિનમાં વિષનું પાત્ર ભજવી રહી છે. શગુન પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. હાલ અનીતા અને તેના પતિ રોહિત રેડ્ડીનો નવો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોને અનિતાના પતિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેઓ અનોખી સ્ટાઈલથી વર્કઆઉટ કરતા નજરે આવી રહ્યાં છે.