ankita lokhande and vicky jain royal wedding card video goes viral on internet watch
  • Home
  • Entertainment
  • અંકિતા લોખંડે અને વિક્કી જૈનનું વેડિંગ કાર્ડ સોશ્યલ મીડિયામાં વાયરલ

અંકિતા લોખંડે અને વિક્કી જૈનનું વેડિંગ કાર્ડ સોશ્યલ મીડિયામાં વાયરલ

 | 4:26 pm IST
  • Share

  • વેડિંગ ઈન્વિટેશન કાર્ડ રોયલ બ્લૂ કલરનું છે

  • બોક્સ શેપમાં તૈયાર કરાયું છે લગ્નનું કાર્ડ

  • બોક્સની ઉપર બંનેના નામ છે અને અંદર લગ્નની ડિટેલ્સ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે અંકિતા અને વિક્કી જૈનના વેડિંગ ઈન્વિટેશન કાર્ડને રોયલ બ્લૂ કલરમાં તૈયાર કરાયું છે. આ કાર્ડને એક બોક્સ શેપમાં તૈયાર કરાયું છે. બોક્સની ઉપર અંકિતા અને તેના બોયફ્રેન્ડના નામ લખેલા છે. બોક્સની અંદર રાખેલા કાર્ડમાં કપલના લગ્નની તમામ ડિટેલ્સ આપવામાં આવી છે.

 

અંકિતા લોખંડે અને વિક્કી જૈનનં કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ
ટીવીની મોસ્ટ ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે જલ્દી બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે લગ્નના બંધનમાં બંધાશે. અંકિતાના લગ્નને લઈને ખાસ તૈયારીઓ છે. અંકિતા પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેશનના ફોટો એક્ટિવલી પોતાના ઈન્સ્ટા હેન્ડલની મદદથી ફેન્સની સાથે શેર કરી રહી છે. હવે એકટ્રેસે વેડિંગ ઈન્વિટેશન કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

 

ઈન્ટરનેટ પર વાયરલ એક્ટ્રેસનું વેડિંગ કાર્ડ

 

View this post on Instagram

 

A post shared by Anky’s diya (@ankitamyinspiration)


વીડિયોમાં તમે જોઈ શકો છો કે અંકિતા અને વિક્કી જૈનનું વેડિંગ ઈન્વિટેશન કાર્ડ રોયલ બ્લૂ કલરનું છે. જે એક બોક્સના શેપમાં છે. બોક્સની ઉપર અંકિતા અને તેના બોયફ્રેન્ડનું નામ લખ્યું છે.બોક્સની અંદર રાખેલા કાર્ડમાં કપલના લગ્નની ડિટેલ્સ આપવામાં આવી છે. લગ્નના આ કાર્ડમાં વેડિંગ વેન્યૂનો ખુલાસો પણ કરી દેવાયો છે. અંકિતા અને વિક્કી જૈનના લગ્ન હયાતમાં કરાશે. લગ્ન કયા દિવસે છે તેને લઈને કોઈ ખુલાસો કરાયો નથી પણ અંકિતા અને વિક્કીના લગ્ન ડિસેમ્બરમાં છે તે નક્કી છે.

લગ્ન પહેલા જ અંકિતા કરી રહી છે મોજમસ્તી

 

અંકિતાએ હાલમાં જ પોતાના લગ્નને લઈને તૈયારીઓ અને ઉજવણી શરૂ કરી છે. એક્ટ્રેસ થોડા સમય પહેલા પોતાની મિત્રો સાથે ગર્લ ગેંગ બનાવીને બેચલર પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. પોતાની બેચલર પાર્ટીમાં એક્ટ્રેસે જોરદાર ડાન્સ કર્યો હતો અને કેક પણ કાપી હતી. એકટ્રેસની બેચલર પાર્ટીનો વીડિયો અને ફોટોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી.

પ્રી વેડિંગ સેરેમનીમાં બંને જોવા મળ્યા ટ્રેડિશનલ અટાયરમાં

પોતાના જ બીજા પ્રી વેડિંગ સેરેમનીમાં અંકિતા અને વિક્કી જૈન બંને જ ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળ્યા હતા. અંકિતા પ્રી વેડિંગમાં લાઈણ ગ્રીન અને પિંક કલરની સાડીમાં મહારાષ્ટ્રિયન લુકમાં ઘણી સ્ટનિંગ લાગી રહી હતી. જ્યારે વિક્કી ઓફ વ્હાઇટ કૂર્તામાં હેન્ડસમ લાગી રહ્યા હતા. ફેન્સ બંનેના ગ્રાન્ડ વેડિંગ સેરેમનીની રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો