ankita lokhande reacts about sushant singh troll on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતનું નામ સાંભળતા જ ભડકી અંકિતા, આપી દીધો એવો ઉધડો જવાબ કે થવા લાગી ટ્રોલ

સુશાંતનું નામ સાંભળતા જ ભડકી અંકિતા, આપી દીધો એવો ઉધડો જવાબ કે થવા લાગી ટ્રોલ

 | 4:02 pm IST
  • Share

સુશાંતસિંહ રાજપૂત ભલે આજે આપણી વચ્ચે હાજર ન હોય, પરંતુ તે હંમેશાં લોકોના હૃદયમાં જીવંત છે. આજે પણ ચાહકો તેમના પ્રિય સ્ટાર્સ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. ગત મહિને 14 જૂને સુશાંતસિંહ રાજપૂતનાં મોતને એક વર્ષ થઈ ગયું છે. આ પ્રસંગે, ટેલિવિઝનથી લઈને બોલીવુડના સ્ટાર્સે, સુશાંતને યાદ કરીને, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી હતી અને કહ્યું હતું કે તેઓ સુશાંતને કેટલો યાદ કરે છે.

આ બધાની વચ્ચે સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ સુશાંત સાથે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સુશાંત અને અંકિતા લગભગ 6 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. જો કે તેમનો આ પવિત્ર સંબંધ કોઇ અંગત કારણોસર તૂટી ગયો.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ અંકિતા
સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી જ્યારે પણ અંકિતા લોખંડે પોસ્ટ કરે છે, લોકો તરત જ તેને ઘેરી લે છે. સુશાંતના ગયા પછી ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડે પર સવાલો ઉભા કર્યા હતા. કેટલાકે કહ્યું કે આ અંકિતાનો પબ્લિસિટી સ્ટંટ છે, જ્યારે કેટલાક લોકો એમ પણ કહે છે કે સુશાંત પ્રત્યેનો તેનો પ્રેમ સાચો નહોતો. સુશાંત સાથેના બ્રેકઅપ પછી અંકિતા લોખંડે માનસિક તાણમાંથી પસાર થઈ હતી.

જો કે, હવે તે તેના જીવનમાં સંપૂર્ણપણે આગળ વધી ગઈ છે અને વિકી જૈન સાથે સંબંધોમાં છે. પરંતુ એવું લાગે છે કે કેટલાક લોકોને આ વસ્તુ બિલકુલ પસંદ નથી. ફરી એકવાર અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર છે. ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂતના નામ માટે તેની ઘણી ટીકા થઈ રહી છે.

આ કારણે ટ્રોલ થઇ અંકિતા
વાત જાણે એમ છે કે ફરી એકવાર પવિત્ર રિશ્તા દર્શકોનુ મનોરંજન કરવા આવી રહ્યુ છે અંકિતા લોખંડે ફરીથી તેમાં અંકિતાની ભૂમિકા નિભાવી રહી છે. એક પત્રકારે જ્યારે અંકિતાને સુશાંતને લઇને સવાલ કર્યો તો અંકિતા નારાજ થઇ ગઇ બસ આ વાત પર સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન