Ankleshwar Mahadev near Bahuchraji, do Darshan of it
  • Home
  • Astrology
  • 1200 વર્ષ પુરાણું મંદિર અંકલેશ્વર મહાદેવ પૂરી કરે છે ભક્તોની આસ્થા

1200 વર્ષ પુરાણું મંદિર અંકલેશ્વર મહાદેવ પૂરી કરે છે ભક્તોની આસ્થા

 | 4:07 pm IST

બહુચરાજીથી 3 કિમિના અંતરે આવેલ દેથલી  ગામ જ્યાં દેવાધિદેવ બિરાજમાન છે. આ દેવસ્થાનમાં બિરાજમાન મહાદેવને અંકલેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે

બહુચરાજી પંથક જે હાલનું ચુંવાળ પંથક તરીકે ઓળખાય છે. જ્યાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે. જેમાંનું એક બહુચરાજી થી 3 કિમિના અંતરે આવેલ દેથલી ગામ જ્યાં 3 લિંગ વાળા સ્વંયમભુ મહાદેવનું અંદાજે 1200 વર્ષ પુરાણું મંદિર આવેલું છે. આ અંકલેશ્વર મહાદેવના પાવનકારી દર્શનથી લોકો  તમામ મનોકામના પુરી થઈ છે.

બહુચરાજી તાલુકાના દેથલી ગામમાં બિરાજમાન અંકલેશ્વર મહાદેવ  અંદાજે 1200 વર્ષ પૂર્વે સ્વયંભૂ શિવાલય છે. આ શિવાલયમાં અનેરી બાબત એ છે કે અહી 3 સ્વયંભૂ  લિંગ સ્વરૂપે દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે.  અહીં પણ મહાભારત કાલ દરમિયાન પાંડવોએ શિવજીની પૂજા અર્ચના કરી હોવાની લોકવાઈકા સાંભળવામાં આવી રહી છે.

મહેસાણા જિલ્લા સહિત દૂરદૂરથી ભક્તો અંકલેશ્વર મહાદેવના દર્શન માટે આવે છે. અહીં શ્રવણ માસ તેમજ શિવરાત્રી દરમિયાન ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે.  અહીં મહિલાઓ  દાદાના સાનિધ્યમાં ભજન કીર્તન કરી દાદાને રિઝવતા જોવા મળે છે. અહીં આવતા ભક્તોની તમામ પ્રકરની માનો કામના અંકલેશ્વર મહાદેવ પુરી કરે છે.