સા.આફ્રિકામાં ગુજરાતીઓના મોતનો આંકડો વધ્યો, અંકલેશ્વરના યુવાનનુ મોત - Sandesh
  • Home
  • Gujarat
  • સા.આફ્રિકામાં ગુજરાતીઓના મોતનો આંકડો વધ્યો, અંકલેશ્વરના યુવાનનુ મોત

સા.આફ્રિકામાં ગુજરાતીઓના મોતનો આંકડો વધ્યો, અંકલેશ્વરના યુવાનનુ મોત

 | 11:41 pm IST

અંકલેશ્વર તાલુકાના કરમાલી ગામના યુવકનું સાઉથ આફ્રિકા ખાતે ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજતા કરમાલી ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. થોડા દિવસ પહેલા જ સાઉથ આફ્રિકામાં રહેતા અંકલેશ્વરના યુવાનનુ મોત થયુ હતુ. ત્યારે સા.આફ્રિકામા ગુજરાતીઓના મોતનો સિલસિલો ચાલુ જ રહ્યો છે.

અંકલેશ્વર તાલુકાના કરમાલી ગામના યાકુબ પટેલ સાઉથ આફ્રિકાના રૂસ્તમ બર્ગ ખાતે રહે છે. તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે ત્યા રહે છે. તેમનો 28 વર્ષીય પુત્ર અબ્દુલ્લા પટેલ તા. 26મીના રોજ રૂસ્તમ બર્ગથી આઝાદ વિલા ખાતે તેઓના બે મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અબ્દુલ્લા યાકુબ પટેલ, મહંમદ સિકંદર અને હાફેઝ હારૃનહારજી નામના ત્રણેય યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. અબ્દુલ્લા પટેલ સાથે કારમાં મુસાફરી કરતા બીજા બે મિત્રો સાઉથ આફ્રિકાના હતા. આ ઘટનાથી કરમાલી, રવિદ્રા, ગામમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

સાઉથ આફ્રિકા ખાતે કાર અક્સ્માતમાં મોતને ભેટનારા ત્રણેય, યુવાનોની દફન વિધિ તા. ૨૮-૯-૧૬ના રોજ સાઉથ આફ્રિકા ખાતે કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, મૂળ અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામના સાઉથ આફ્રિકાના મેરિસબર્ગ શહેર નજીક રહેતા ત્રણ ભાઇઓ પર ફાયરિંગમાં એક ભાઇનું મોત નિપજયું હતું. જુના દીવા ગામના માંજરા ફળિયામાં રહેતા ગંગાત પરિવારના ત્રણ ભાઇઓ વર્ષોથી સાઉથ આફ્રિકાના મેરિસબર્ગ શહેરથી 85 કિમી દૂર આવેલા એમ્પેલિયા પરગણામાં રહેતા છે. તેમના ઘરે સ્થાનિક નિગ્રો ગુનેગારો તદેમના સ્ટોર પર ત્રાટકયા હતા અને રોકડ રકમ સહિત સ્ટોરની ચીજ વસ્તુઓની પણ લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન