Anmol Narang Becomes First Sikh Woman To Graduate From US Military Academy
  • Home
  • Featured
  • US મિલિટ્રી એકેડમીની પ્રથમ ગ્રેજ્યુએટ થનાર શીખ મહિલા બનશે ‘ભારતીય’ અનમોલ નારંગ

US મિલિટ્રી એકેડમીની પ્રથમ ગ્રેજ્યુએટ થનાર શીખ મહિલા બનશે ‘ભારતીય’ અનમોલ નારંગ

 | 11:33 am IST

ભારતીય મૂળની અનમોલ નારંગ અમેરિકન સૈન્ય અકાદમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પહેલી શીખ લેફ્ટીનેંટ બની ગઇ છે. નારંગે કહ્યું હતું કે હું શનિવવારના રોજ વેસ્ટ પોઇન્ટથી ગ્રેજ્યુએટ થવાના મારા સપનનાને પૂરું કરવા માટે ઉત્સાહિત અને સમ્માનિત છું.

કોણ છે અનમોલ નારંગ
અનમોલ નારંગનો જન્મ અમેરિકામાં થયો. તેનો ઉછેર જ્યોર્જિયાના રોજવેલમાં થયો. તેણે જ્યોર્જિયા પ્રૌદ્યોગિકી સંસ્થાનમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ વેસ્ટ પોઇન્ટ ગઇ જ્યાં તેણે પરમાણુ એન્જિનિયરિંગમાં શનિવારના રોજ ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરશે. તે વાયુ રક્ષા પ્રણાલીમાં કેરિયર બનાવા માંગે છે.

નારંગે કહ્યું કે જ્યોર્જિયામાં મને ઘરેથી પૂરો સપોર્ટ મળ્યો છે. હું ખુશ છું કે મારા લક્ષ્ય સુધી પહોંચી ગઇ છું. હું શીખ અમેરિકનોને કહેવા માંગું છું કે આપણે કોઇપણ ક્ષેત્રમાં કેરિયર બનાવી શકીએ છીએ।

તો અમેરિકન સૈન્ય અધિકારીઓએ કહ્યું કે અનમોલ નારંગ ઓક્લાહોમામાં બેઝિક ઓફિસર લીડરશીપ કોર્સ પૂરો કરશે અને ત્યારબાદ તે જાન્યુઆરીમાં જાપાનના ઓકીનાવામાં પહેલાં પોસ્ટિંગ માટે મોકલાશે. અનમોલ નારંગે કહ્યું કે તેના દાદાજી ભારતીય સેનામાં જવાન હતા ત્યારબાદથી જ તેણે સેનામાં કેરિયર બનાવાનું વિચારી રાખ્યું હતું.

કહેવાય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેસ્ટ પોઇન્ટમાં ગ્રેજ્યુએશન સેરેમનીમાં ભાષણ આપશે અને તે અનમોલ નારંગનો પરિચય પણ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન