NIFTY 10,210.85 -20.00  |  SENSEX 32,584.35 +-24.81  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આઈડિયા-વોડાફોનના વિલયને મંજૂરી, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

આઈડિયા-વોડાફોનના વિલયને મંજૂરી, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

 | 9:56 am IST

ટેલિકોમ ઓપરેટર આઈડિયાના બોર્ડ વોડાફોન સાથે મર્જરને મંજૂરી આપી દીધી છે. આઈડિયાએ કહ્યું છે કે, નવી કંપનીમાં વોડાફોન પાસે 45 ટકા ભાગીદારી હશે. જ્યારે આઈડિયા પાસે 26 ટકા ભાગીદારી હશે. આઈડિયાએ તે પણ કહ્યું કે, વોડાફોન લગભગ 4.9 ટકા ભાગીદારી આઈડિયા પ્રોમોટર્સને ટ્રાન્સફર કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. મર્જર બાદ નવી કંપની ટેલિકોમ સેક્ટરમાં દેશની સૌથી મોટી કંપની થશે. જેના લગભગ 38 કરોડ કસ્ટમર્સ હશે.

ડીલના મુખ્ય મુદ્દા

આઈડિયા પ્રોમોટર્સ પાસે એડિશનલ 9.5 ટકા ભાગીદારી લેવાનો અધિકાર છે. પ્રોમોટર્સ 130 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ભાગીદારી લઈ શકે છે. ચેરમેન એપોઈન્ટ કરવાનો અધિકારી માત્ર આઈડિયાના પ્રોમોટર્સ પાસે છે. વોડાફોન પાસે નવી કંપનીના સીએફઓના એપોઈન્ટ કરવાનો અધિકાર છે. મર્જર થયેલી કંપનીમાં વોડાફોન 50 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરશે. મર્જર પહેલા બંને કંપનીઓ સ્ટેન્ડલોન ટાવર્સને વેચશે.

મર્જર બાદ ઈન્ડિયામાં 40 ટકા થશે માર્કેટ શેર

ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ એજન્સી અનુસાર આ ડીલની સફળ થયા બાદ મર્જર બાદ બનનાર કંપની ટેલિકોમ સેક્ટરમાં ભારતની સૌથી મોટી કંપની થશે. જેનું માર્કેટ શેર 40 ટકા અને સબ્સક્રાઈબર બેસ 38 કરોડ હશે. એજન્સી રિપોર્ટમાં જણાવ્યું છે કે, વોડાફોન અને આઈડિયાના મર્જરથી બનનાર કંપનીની રેવન્યૂ 77,500 કરોડથી 80,000 કરોડ રૂપિયા હશે. 7 સર્કલ્સમાં વોડાફોન ઈન્ડિયાના સ્પેક્ટ્રમ અને આઈડિયાના 2 સ્પેક્ટ્રમ જેનું પરમિટ 2021-22માં ખતમ થશે, જેની કમ્બાઈન્ડ વેલ્યૂ પાછલી લિલામીની કિંમતના હિસાબથી 12,000 કરોડ રૂપિયા છે.