રેલવેમાં મુસાફરી કરનારા માટે આવી ગયા ખુશીના સમાચાર, દોડશે હાઇસ્પીડ ટ્રેન - Sandesh
  • Home
  • Business
  • રેલવેમાં મુસાફરી કરનારા માટે આવી ગયા ખુશીના સમાચાર, દોડશે હાઇસ્પીડ ટ્રેન

રેલવેમાં મુસાફરી કરનારા માટે આવી ગયા ખુશીના સમાચાર, દોડશે હાઇસ્પીડ ટ્રેન

 | 11:41 am IST

ભારતીય રેલવે દેશનાં તમામ પ્રમુખ શહેરોને જોડવા માટે એક હાઇ-સ્પીડ ટ્રેન કોરિડોર બનાવવાની ખુબ જ જલ્દી જાહેરાત કરી શકે છે. જેના નિર્માણ પર 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનુ અનુમાન છે. રેલવે મિનિસ્ટ્રીનાં એક ટોપ ઓફિસરે જણાવ્યું કે, “પ્લાનની ઘોષણા એપ્રિલમાં કરવામાં આવશે. અમે તે રૂટની જાણકારી આપીશું, જેને જોડવામાં આવશે. સાથે જ અમે તે પણ જણાવીશુ કે, પ્રોઝેકટ માટે ફંડીગ ક્યાથી કરવામાં આવશે”.

અધિકારીએ જણાવ્યું કે, આ નવી રેલ લાઇનો પર ટ્રેનો 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. આ લાઇનો હાલની અથવા આવનારા દિવસોમાં બનનાર રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર થઇ પસાર થશે. અથવા તેને હાલમા કાર્યરત રેલવે લાઇનોની આસપાસ રેલવેની જમીન પર બનાવવામાં આવશે.

રેલવે આ પ્રોજેક્ટ માટે મોટા ટેન્ડર બહાર પાડશે, જેમા વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપવામાં આવશે. આ પગલું કંસ્ટ્રક્શનનો ખર્ચ ઘટાડવા માટે લેવામાં આવશે. સરકારે સિંગલ પિલર્સ પર ડબલ લાઇન બનાવવાની યોજના તૈયાર કરી છે. જેથી નિર્માણના ખર્ચને 200 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરથી ઘટાડીને 100 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટ કરી શકાય. આ સિવાય લાઇટ-વેટ એન્યુમિનિયમ કોચ આ લાઇનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. આ રેલ લાઇનો પર ટ્રેનો વિજળીની મદદથી ચાલશે.

ફંડિગ માટે એ વાતની સંભાવના વધારે છે કે, નાણાકીય સંસ્થાઓ અને બહુપક્ષીય એજન્સીઓ પાસેથી ઉધાર લેવામા આવે. સાથે જ રેલવે પોતાના લેન્ડ બેન્કથી જ રૂપિયાની વ્યવસ્થા કરી શકે છે. રેલવે મિનિસ્ટર પિયૂષ ગોયલે અઘિકારીઓને આ પ્રોજેક્ટ પર કામ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, આ પ્રોજેક્ટને ખુબ જ જલ્દીથી પૂર્ણ કરવાના ઇરાદા સાથે અધિકારીઓએ કામ કરવું જોઇએ.

સરકાર હાલમાં મુંઇબ અને અમદાવાદ વચ્ચે 534 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન કોરિડોર બનાવી રહી છે. જેનો ખર્ચ એક કરોડ રૂપિયાથી વધારે છે, આ પ્રોજેક્ટ વર્ષ 2022 સુધીમા પૂર્ણ થવાની આશા સેવાઇ રહી છે.