બીસીસીઆઈના નવા ક્રિકેટ કોન્ટ્રાકટમાં ધોની-અશ્વિન નીચલી પાયરીએ, શમી આઉટ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • બીસીસીઆઈના નવા ક્રિકેટ કોન્ટ્રાકટમાં ધોની-અશ્વિન નીચલી પાયરીએ, શમી આઉટ

બીસીસીઆઈના નવા ક્રિકેટ કોન્ટ્રાકટમાં ધોની-અશ્વિન નીચલી પાયરીએ, શમી આઉટ

 | 7:09 pm IST

સુપ્રીમ કોર્ટે રચેલી ક્રિકેટ ઓર્ગેનાઈઝીંગ કમિટી (સીઓએ)એ ક્રિકેટરો માટે નવા કોન્ટ્રાન્કટની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આની ઘોષણા કરી છે. બીસીઆઈઆઈની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને કમ્પેશનસનના માળખામાં ફેરફાર કરાયો છે. આ ફેરફાર પ્રમાણે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને આર. અશ્વિનને ટોચની કેટેગરી એટલે કે એ+માંથી દૂર કરી દેવાયા છે અને તેમને એ કેટેગરીમાં રખાયા છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત પાંચ ખેલાડીઓને એ+માં મુકાયા છે.

પત્ની સાથે વિવાદમાં ઉતરેલા મોહમ્મદ શમીને કોન્ટ્રાન્કટમાંથી પડતા મુકાયા છે. અગાઉ કોન્ટ્રાક્ટ માટે એ,બી, સી એમ ત્રણ કેટેગરી હતી, પરંતુ નવી નિયમોમાં હવે તેના ચાર કેટેગરીમાં વહેંચી દેવાયો છે. જે એ+, એ, બી અને સી છે.

આ પૈકી એ+માં પાંચ ખેલાડીઓને રખાયા છે. એ, બી અને સીમાં સાત-સાત ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. એ+માં સામેલ ખેલાડીઓને વર્ષે રૂ. સાત કરોડ મળશે. જ્યારે એ માટે પાંચ, બી માટે ત્રણ અને સી માટે એક કરોડ આપવામાં આવશે.