Annoyed by Loud Music, Man uses Drone to hit Neighbors with Fireworks
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : જોરજોરથી મ્યૂઝિક વગાડાતા પાડોશીના કર્યા આવા હાલ, ડ્રોનથી કર્યો હુમલો

Video : જોરજોરથી મ્યૂઝિક વગાડાતા પાડોશીના કર્યા આવા હાલ, ડ્રોનથી કર્યો હુમલો

 | 3:18 pm IST

ભારત હોય કે દુનિયાનો કોઈ પણ ખુણો, લોકો પોતાના પાડોશીઓથી હેરાન પરેશાન તો રહે જ છે અને એકબીજાને ફરિયાદો કરતા રહે છે. પાડોસીઓને પરેશાન રહેવું અને તેની ફરિયાદ કરવી એ પણ એક સામાન્ય બાબત છે. પરંતુ ગુસ્સામાં આવીને એક પાડોશીએ બીજા પાડોશી પર વિચિત્ર પ્રકારે હુમલો કરી દીધો હતો. આ હુમલો પણ કોઈ પથ્થર કે હથિયાર વડે નહીં પણ ડ્રોન વિમાન દ્વારા કરવામાં આવ્યો હતો.

33 સેકન્ડના આ વીડિયોમાં એક પાડોશી પોતાના પાડોશી પર ડ્રોન વડે હુમલો કરી દે છે. આ હુમલો રાત્રે કરવામાં આવે છે. ડ્રોનમાં આકાશમાં ફૂટતા ફાટાકડા ફિટ કરવામાં આવે છે. જે પાડોશીના ઘરને ટાર્ગેટ કરી એક પછી એક રોકેટ માફક છોડવામાં આવે છે. જેને લઈને આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ વ્યક્તિએ આમ એટલા માટે કર્યું હતું કારણ કે, તે પાડોશીના ઘરેથી સંભળાતા મ્યુઝીકના અવાજથી કંટાળી ગયો હતો.

આ ઘટના ટેક્સાસની હોવાનું કહેવાય છે. જોકે કેટલાક તેને બ્રાઝીલનો ગણાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને મોર્ડર્ન પ્રોબ્લેમનો ઉકેલ લાવવાની મોડર્ન રીત ગણાવી હતી. તો કેટલાક યુઝર્સે તેને ‘પાડોશીઓ વિરૂદ્ધ યુદ્ધ’ ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન