Another case of Corona positive in Vadodara, the total number 8 was Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • વડોદરામાં કોરોના પોઝિટીવનો વધુ એક કેસ નોંધાયો, લંડનથી પરત આવેલા યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

વડોદરામાં કોરોના પોઝિટીવનો વધુ એક કેસ નોંધાયો, લંડનથી પરત આવેલા યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

 | 8:22 am IST

સયાજીમાં આવેલો પોઝિટિવ રિપોર્ટ રિ-ચેકિંગ માટે અમદાવાદ મોકલાયોે

લંડનથી પરત આવેલા નડિયાદના યુવકનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ

લંડનથી આવેલા નડિયાદના યુવકને કોરોના પોઝિટિવ હોવાનો સયાજી હોસ્પિટલની લેબોરેટરીમાં ટેસ્ટિંગ દરમિયાન રીપોર્ટ આવતા તંત્ર ચોંકી ઉઠયુ હતુ. રીટેસ્ટીંગ માટે સેમ્પલ અમદાવાદ મોકલાયા હતાં. જે સાથે કુલ આઠ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  

વિદેશથી આવેલા ટ્રાવેલર્સ અને તેમના નીકટના પરિવારજનો મળીને કુલ ૭ નાગરિકોને કોરોના પોઝિટિવ દર્દીઓ છે. જેમની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તે સિવાય આજે સયાજી હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ચાર દર્દીઓને દાખલ કરાયા હતાં.

તે સિવાય ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર લઈ રહેલા લંડનથી આવેલા ટ્રાવેલરનુ સયાજી હોસ્પિટલની લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટિંગ કરાતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને રીચેક કરવા માટે અમદાવાદની લેબમાં સેમ્પલ મોકલાવાયુ છે.

જે સાથે અત્યાર સુધીમાં કોરોનાથી પીડીત દર્દીઓનો આંકડો આઠ થયો છે. લંડનથી આવેલો આ યુવાન અંદાજે ૩૫ વર્ષનો છે અને તે નડિયાદનો મૂળ રહેવાસી છે.જેનો આવતીકાલે ગુરુવારે સવારે રીપોર્ટ જાહેર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન