રિલાયન્સ એનર્જીના ગ્રાહકો માટે બિલ ભરવા વધુ એક સુવિધા - Sandesh
  • Home
  • Business
  • રિલાયન્સ એનર્જીના ગ્રાહકો માટે બિલ ભરવા વધુ એક સુવિધા

રિલાયન્સ એનર્જીના ગ્રાહકો માટે બિલ ભરવા વધુ એક સુવિધા

 | 10:50 am IST

પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે વીજળીના બિલ ભરવા અંગે કંપનીએ એક સમજૂતી કરી છે, એમ રિલાયન્સ એનર્જીએ જણાવ્યું હતું. આ સમજૂતીને પરિણામે ગ્રાહકોને વીજળીના બિલ ભરવા માટે હવે પોસ્ટ ઓફિસની સુવિધાનો પણ લાભ મળશે.

કંપનીએ જણાવ્યું હતું કે હાલમાં તેના 30 લાખ ગ્રાહકો છે. સામાન્યપણે ઘરના કોઇ એક સભ્યનું ખાતું પોસ્ટ ઓફિસમાં હોય છે અને તે નિયમિતરૃપે પોસ્ટ ઓફિસમાં જાય છે. ઉપનગરોમાં પૂર્વ અને પિૃમમાં સ્ટેશનની આસપાસ પોસ્ટ ઓફિસો છે તથા તેઓ દિવસભર ખુલ્લી રહે છે, એમ કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું.

ગ્રાહક પોતાના ઘર અથવા તો ઓફિસની આસપાસ આવેલી પોસ્ટ ઓફિસમાં જઇને વીજલીનું બિલ આસાનીથી ભરી શકે છે. મુંબઇની 240 પોસ્ટ ઓફિસ પૈકી 130 રિલાયન્સ એનર્જી ડિસ્ટ્રીબ્યૂશન એરિયાની નજીકમાં છે. તેમાં પશ્ચિમ ઉપનગરોમાં બાંદ્રાથી ભાયંદર વચ્ચેના વિસ્તારો અને મધ્ય ઉપનગરોમાં કુર્લાથી વિક્રોલી અને ટિળળકનગરથી લઇને પૂર્વીય ઉપનગરોમાં માનખુર્દ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં પોસ્ટ ઓફિસો ગ્રાહકો પાસેથી બિલ માટે મહત્તમ રૂપિયા 20,000ની રકમ રોકડરૃપે સ્વીકારી શકે છે. ગ્રાહકો માટે રિલાયન્સ એનર્જીમાં બિલ ભરવાની સુવિધા ઉપરાંત અન્ય 2000 પેમેન્ટ સુવિધા છે.