Another Jolt To Rahul Gandhi? Jitin Prasad May Join BJP Today?
  • Home
  • Election 2019
  • રાહુલ ગાંધીના ખાસ નેતા BJPમાં જવાની અટકળો પર એક Tweetથી આવ્યો Twist

રાહુલ ગાંધીના ખાસ નેતા BJPમાં જવાની અટકળો પર એક Tweetથી આવ્યો Twist

 | 3:23 pm IST

ઉત્તરપ્રદેશમાં પોતાના મજબૂત જડ જમાવનાર કોંગ્રેસને મોટો ઝાટકો લાગી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક મનાતા યુવાન નેતા જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થાય તેવી અટકળો વધી ગઇ છે. કહેવાય છે કે તેઓ આજે સાંજે લગભગ ચાર વાગ્યે દિલ્હીમાં ભાજપનો છેડો પકડી શકે છે. જો કે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા એ તેની ના પાડી દીધી છે. જિતિન પ્રસાદ ધૌરહરા સીટ પરથી બે વખત સાંસદ રહી ચૂકયા છે પરંતુ સૂત્રોના મતે આ વખતે તેમને ધૌરહરાની જગ્યા એ લખનઉથી લડવા માટે દબાણ બનાવામાં આવી રહ્યું છે.

કહેવાય છે કે કોંગ્રેસે કદાચ તેમને અંતિમ સમયમાં મનાવી લીધા છે. તેનું એક પ્રમાણ એ છે કે ત્રણ કલાક પહેલાં જ જિતિન પ્રસાદે અમિત શાહ અને ભાજપ વિરૂદ્ધ ટ્વિટ કરી હતી. તેમાં તેમણે ભાજપાને દેશમાં બેરોજગારી માટે જવાબદાર ગણાવતા કહ્યું અમિત શાહજી, ભાજપના લીધા રોજગારની જે ભયાનક સમસ્યા દેશમાં વ્યાપી છે તે ઉત્તર પ્રદેશમાં વધુ ઘેરી છે. કોંગ્રેસ તેને દૂર કરવા હેતુ સંઘર્ષરત છે, અમે આ સંઘર્ષ વધુ તેજ કરીશું. તમારી સ્વાસ્થ્ય સેવા સંદર્ભિત વિચારો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે.

સૂત્રોનું માનીએ તો તેના લીધે તેઓ નારાજ છે. એટલું જ નહીં તેમની નારાજગીનું પાછળ બીજું કારણ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કહેવાય છે. કોંગ્રેસથી બે વખત સાંસદ રહેલા જિતિન પ્રસાદ પાર્ટીના નેતૃત્વથી પણ ખુશ નથી. કહેવાય છે કે કોંગ્રેસમાં કાર્યસમિતિના સભ્ય થયા બાદ પણ પાર્ટી તેમને નિર્ણય લેવામાં સામેલ કરતી નથી. યુપીની સીતાપુર અને લખીમપુર સંસદીય સીટને લઇ તેમણે પાર્ટીની વચ્ચે પોતાનું મંતવ્ય મૂકયું હતું પરંતુ પાર્ટી હાઇકમિશને તેમની કોઇ વાતને માન્ય રાખી નહીં.

જિતિન પ્રસાદ કોંગ્રેસ છોડશે તો પાર્ટી માટે મોટો ઝાટકો છે. કારણ કે તેઓ ગાંધી પરિવારની પરંપરાગત રીતે નજીક મનાય છે. તેમના પિતા જિતેન્દ્ર પ્રસાદ પણ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સલાહકાર હતા. જિતિન પ્રસાદને સચિન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કોંગ્રેસ સાથે જોડાવા પરિવારોનો વારસો સંભાળનાર યુવાન નેતાઓમાંથી મનાય છે. એવામાં તેમનું કોંગ્રેસમાં જોડાવું ઝાટકો હશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક મનાતા જિતિન પ્રસાદ પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ પદના દાવેદાર પણ હતા પરંતુ તેમની જગ્યાએ અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બરને પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા હતા. કહેવાય છે કે પાર્ટીએ સીતાપુર અને લખીમપુરથી બે મુસ્લિમ નેતાઓને ટિકિટ આપી છે જેનાથી જિતિન પ્રસાદ પાર્ટીથી નારાજ છે.

સૂત્રોનું માનીએ તો ભાજપ અને જિતિન પ્રસાદની વચ્ચે ગુપચુપ વાત ચાલુ હતી. આ જ કારણ છે કે ભાજપે હરદોઇ, સીતાપુર, અને મિશ્રિખ લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા પરંતુ તેની નજીકમાં આવેલી ધૌરહરા સીટ પરથી કોઇને ટિકિટ આપી નથી. કહેવાય છે કે સાંજે ભાજપમાં સામેલ થયા બાદ જિતિન પ્રસાદને ભાજપ ધૌરહરાથી પોતાના ઉમેદવાર બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન