Another Super Over Should Decide Winner Instead Of Boundaries: Sachin Tendulkar
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ: સચિને કહ્યું ‘બાઉન્ડ્રી’થી વિશ્વ વિજેતા જાહેર કરવાનો નિર્ણય ખોટો, આ હતો શ્રેષ્ઠ રસ્તો

વર્લ્ડ કપ: સચિને કહ્યું ‘બાઉન્ડ્રી’થી વિશ્વ વિજેતા જાહેર કરવાનો નિર્ણય ખોટો, આ હતો શ્રેષ્ઠ રસ્તો

 | 8:24 am IST

Another Super Over Should Decide Winner Instead Of Boundaries: Sachin Tendulkar

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આઇસીસી વર્લ્ડ કપ ફાઇનલના પરિણામના આધારો પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે માત્ર પ્રશ્ન જ ઉઠાવ્યો નથી પરંતુ તેમને યોગ્ય રીતે અંગે પણ જણાવ્યું છે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રવિવારના રોજ રમાયેલ ફાઇનલ મેચમાં ટાઇ પડી હતી. ત્યારબાદ સુપર ઓવર કરાઇ હતી, પરંતુ અહીં પણ મેચ ટાઇ રહી અને વિજેતાના નિર્ણયનો આધાર વધુ બ્રાઉન્ડ્રી પર કરાયો. ઇંગ્લેન્ડની ટીમ તેના આધાર પર ચેમ્પિયન બની ગઇ.

100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર સચિન તેંડુલકરે કહ્યું કે મને લાગે છે કે વિજેતાનો નિર્ણય આ આધાર પર થવો ખોટો હતો કારણ કે બંને ટીમોમાંથી કોને વધુ બાઉન્ડ્રી લગાવી એ યોગ્ય નહોતું. તેના બદલે ચેમ્પિયન ટ્રોફી માટે વધુ એક સુપર ઓવર રમાડી નિર્ણય કરવા જેવો હતો. માત્ર વર્લ્ડ કપની ફાઇનલ જ નહીં દરેક મેચ અગત્યની હોય છે. જેમકે ફૂટબોલમાં જ્યારે મેચ વધુ સમયમાં જાય છે તો તેના માટે કંઇ ખાસ અગત્યનું નથી હોતું.

ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પણ બાઉન્ડ્રીના આધાર પરના નિયમ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે નિયમ બદલવાનો સમય આવી ગયો છે.

સેમીફાઇનલમાં હારીને બહાર નીકળ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના તર્જ પર નૉકઆઉટ કરવા એક શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. તેનાથી ટોચની 2 ટીમોને હાર બાદ વધુ એક તક મળે છે.

સચિન તેંડુલકરે કોહલીની વાતમાં પણ હામી ભરી છે. તેમણે કહ્યું કે જે ટીમોએ લીગ મેચના અંત ટોપ-2માં રહેતા કર્યું, ચોક્કસ તક મળવી જોઇએ. સચિને કહ્યું કે મને લાગે છે કે ટોપ-2મા રહેતા લીગ દોરનો અંત કરનાર ટીમોને ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવાનો ફાયદો મળવો જોઇએ.

આ વીડિયો પણ જુઓ – ઇન્ડોનેશિયામાં ફરી શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન