શ્રીદેવીની સાવકી દીકરી આવી બહેનોની વ્હારે, ટ્રોલર્સને આપ્યો શાનદાર જવાબ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીની સાવકી દીકરી આવી બહેનોની વ્હારે, ટ્રોલર્સને આપ્યો શાનદાર જવાબ

શ્રીદેવીની સાવકી દીકરી આવી બહેનોની વ્હારે, ટ્રોલર્સને આપ્યો શાનદાર જવાબ

 | 3:39 pm IST

શ્રીદેવીની સાવકી દીકરી અંશુલાએ અર્જુન કપૂરનાં ફેન્સને જ્હાન્વી અને ખૂશી કપૂરની ટીકા કરવા પર સણસણતો જવાબ આપ્યો છે. અંશુલા કપૂરે ઇનસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘મારી બહેનોની ટીકા કરવાનું બંધ કરો.’

થોડાક દિવસો પહેલા બોની કપૂરનાં અભિનેતા દીકરા અર્જુન કપૂરનાં એક પ્રશંસકે તેની સાવકી બહેનો જ્હાન્વી અને ખૂશી કપૂરની ટીકા કરતી એક કમેન્ટ કરી હતી. અર્જુન કપૂરની સગી બહેન અંશુલાની નજર આ કમેન્ટ પર ગઇ અને તે આ પ્રકારની કમેન્ટથી દુ:ખી થઇ હતી. ત્યારબાદ અંશુલાએ ટ્રોલરને જવાબ આપ્યો અને ટ્રોલરે કરેલી કમેન્ટ પણ હટાવી દીધી.

અંશુલાએ જવાબમાં લખ્યું હતું, ‘તમને વિનંતી છે કે તમે આ પ્રકારની અપમાનજનક ભાષા ખાસ કરીને મારી બહેનો માટે ઉપયોગ કરવાથી બચો. હું આવી કમેન્ટ્સને પ્રોત્સાહન નથી આપતી અને માટે મેં આ કમેન્ટને હટાવી દીધી છે. હું તમારા મારા અને અર્જુન પ્રત્યેના લગાવ માટે આભારી છું. ફક્ત એક સુધારો કરતા જણાવીશ કે હું ભારતની બહાર ક્યારેય કામ કરતી નહોતી. મહેરબાની કરીને ખુશીઓ અને સારી ભાવનાઓ વહેંચો. તમારા પ્રેમ માટે આભાર.’

શ્રીદેવીનાં નિધન બાદ અર્જુન કપૂર અને અંશુલા કપૂર જે રીતે પોતાના પિતા બોની કપૂર અને બહેનો જ્હાન્વી તેમજ ખુશીને સાથ આપી રહ્યા છે તેના વખાણ થઇ રહ્યા છે. બોની કપૂરે પણ અર્જુન અને અંશુલાનાં સપોર્ટને લઇને ટ્વિટ કર્યું હતું.