ન કહેવાય અને ન સહેવાય એવા 6 સવાલો અને જવાબો, માત્ર પુરુષો માટે જ.... - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • ન કહેવાય અને ન સહેવાય એવા 6 સવાલો અને જવાબો, માત્ર પુરુષો માટે જ….

ન કહેવાય અને ન સહેવાય એવા 6 સવાલો અને જવાબો, માત્ર પુરુષો માટે જ….

 | 4:41 pm IST

સવાલ : હું ૬૦ વર્ષનો છું. હું ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને ઈરેક્ટાઈલ ડિસફન્કશનથી પીડાઉં છું. હું જાણવા માગું છું કે, મારા ઈરેક્ટાઈલ ડિસફન્કશનનું કારણ ડાયાબિટીસ અને હાઈપરટેન્શન માટેની હું જે દવાઓ લઈ રહ્યો છું એ તો નથી ને કે પછી ઉંમર વધવાને લીધે આમ થાય છે? શું ઈરેક્ટાઈલ ડિસફન્કશન માટેની દવાઓ ખરેખર કામ કરે છે? બાયસેકસ્યુઆલિટી વિશે પણ મને એક સવાલ છે. આ ટેન્ડન્સી છે કે જન્મજાત ખોડ?

ઉકેલ : તમારા તમામ હેલ્થ પ્રોબ્લેમ્સના લીધે સેક્સ પ્રોબ્લેમ થઈ શકે છે. તમારા સવાલોના ડિટેઈલમાં જવાબ મેળવવા માટે તમારે કોઈ સેક્સપર્ટને મળવું જોઈએ.

સવાલ : હું ૨૦ વર્ષનો છું. મારો પ્રોબ્લેમ થોડો ઓકવર્ડ હોવાને લીધે હું કોઈ સ્પેશિયાલિસ્ટની સાથે ફેસ ટુ ફેસ એના વિશે વાત કરી શક્તો નથી. મારું પેનિસ ઈરેકશનની સ્થિતિમાં નીચેની સાઈડ ૯૦ ડિગ્રી વળેલું હોય છે. સ્વાભાવિક રીતે હું ઈન્ટરકોર્સ કરું છું ત્યારે એના લીધે મને પ્રોબ્લેમ થાય છે. આ પ્રોબ્લેમને ટ્રીટ કરવા માટેનો ઉપાય તમે મને સૂચવી શકો છો?
ઉકેલ : તમને કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. તમારે તો ફક્ત એટલું જ કરવાનું છે કે યોગ્ય સમયે તમારા પેનિસને હાથમાં પકડીને વજાઈનલ ઓપનિંગમાં ઈન્સર્ટ કરવાનું છે.

સવાલ : હું ૨૮ વર્ષનો છું અને મારું પેનિસ અને ટેસ્ટિકલ્સ સાઈઝમાં ખૂબ જ નાના છે. તેના કારણે મને ઈરેકશન પણ આવતું નથી. કોઈ ૨૦ વર્ષની યુવતી જેવી બ્રેસ્ટ પણ છે. મારે શું કરવું જોઈએ?
ઉકેલ : તમારે કોઈ એન્ડોક્રિનોલોજિસ્ટને મળવું જોઈએ અને તેમની સલાહ લીધા પછી કોઈ સેક્સપર્ટની સલાહ લેવી જોઈએ. તે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે.

સવાલ : મારી ઉંમર ૨૧ વર્ષ છે અને મારી ગર્લફ્રેન્ડ ગયા મહિને ૨૧ વર્ષની થઈ. બે મહિના પહેલાં અમે સેક્સ કર્યું હતું. બધું જ નોર્મલ હતું અને તેના પિરિયડ શિડયુલ મુજબ જ હતા. જોકે, હવે તેણે ઓબ્ઝર્વ કર્યું છે કે, તેની વજાઈનામાંથી થોડું વ્હાઈટ ફ્લુઈડ ડિસ્ચાર્જ થાય છે અને આ મહિનામાં તેના પિરિયડ્સ પાંચ દિવસ ડિલે છે. આનું કારણ શું હોય શકે? એની કોઈ ચિંતાજનક બાબત છે? જો હોય તો તમે શું ઉપાય સૂચવો છો?
ઉકેલ : તમારી ગર્લફ્રેન્ડને પ્રેગ્નન્સી રહી ગઈ છે કે નહિ ચેક કરવા માટે યુરિન પ્રેગ્નેન્સી કિટનો ઉપયોગ કરવો જોઈએ. જો એ પોઝિટિવ આવે તો કોઈ જાતના વિલંબ વિના કોઈ ગાયનેકોલોજિસ્ટની પાસે જવું જોઈએ.

સવાલ : હું ૧૮ વર્ષનો છું. મેં રિસન્ટલી સ્મેગમા નોટિસ કર્યું હતું. જે મેં આ પહેલાં ક્યારેય નોટિસ નહોતું કર્યું. મને આ વિશે પૂછતા ડર લાગ્યો હતો. મેં એ એરિયા સાફ કર્યો હતો. એનાથી દુખાવો થતો હતો. હવે મને લાગે છે કે, હું સર્કમ્સિઝનની સર્જરી કરાવવા માંગતો નથી. આ પ્રોબ્લેમના લીધે હું ખૂબ હતાશ થઈ ગયો છું.
ઉકેલ : તમારે તમારા ફાધર સાથે વાત કરવી જોઈએ અને કોઈ સર્જન પાસે જવું જોઈએ. જો સર્કમ્સિઝન કરાવવાની જરૂર પડે તો પણ એ સિમ્પલ પ્રોસીજર છે.

સવાલ : હું ૩૦ વર્ષનો છું જયારે મારી વાઈફની ઉંમર ૨૮ વર્ષ છે. અમે જયારે ડેટિંગ કરતા હતા ત્યારે હું મારી વાઈફની સાથે દિવસમાં લગભગ બે વખત સેક્સ કરતો હતો, પરંતુ હવે ફ્રીકવન્સીથી સેક્સ કરી શક્તો નથી. વધારે કલાકો સુધી કામ કરવાના લીધે હું થાકી જાઉં છું. અને ઘરે આવું છું ત્યારે મારી સાથે ખૂબ સ્ટ્રેસ પણ લઈને આવું છું. આ કારણથી મારી વાઈફ ખૂબ નિરાશ થઈ ગઈ છે. હું તેને ખુશ કરવા માગું છું. હું કેવી રીતે સ્ટેમિના પાછો મેળવી શકું અને મારી સેક્સ લાઈફ ઈમ્પ્રૂવ કરી શકું?
ઉકેલ : સ્ટ્રેસ અને થાક, જેવાં ફેકટર્સના કારણે તમારી સેક્સ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે. તમારા ઓફિસ અવર્સમાં ફેરફાર કરો. શક્ય હોય તો સ્ટ્રેસ દૂર કરવા માટે મેડિટેશન કરવું જોઈએ.