ant-kale-maru-smaran-karvathi-moksh-prapti-thashe
  • Home
  • Astro
  • અંતકાળે મારું સ્મરણ કરવાથી મોક્ષપ્રાપ્તિ થશે

અંતકાળે મારું સ્મરણ કરવાથી મોક્ષપ્રાપ્તિ થશે

 | 8:10 am IST
  • Share

 અંતકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ 

 યઃ પ્રયાતિ સઃ મદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ 

અર્થ : જે અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે તે મારા સ્વરૂપમાં સમાઇ જાય છે તેમાં શંકાને સ્થાન નથી.   

મારી બાલ્યાવસ્થામાં અમારા ફળિયામાં કોઈ વૃદ્ધ મરણપથારીએ પડયા હોય ત્યારે એમનાં નજીકનાં સગાંવહાલાં તેમને મોઢેથી રામનું કે ભગવાનનું કોઇપણ નામ લેવા ભારપૂર્વક સમજાવતાં. હું તે જોતો, ત્યારે બાળપણ હોવાને કારણે મને લોકો આવું શું કામ કરાવતાં હશે તેવો પ્રશ્ન કે કુતૂહલ થતું.

મોટા થયા પછી મને એમાં સમજણ પડી કે ભાઈ, મૃત્યુની છેલ્લી ઘડીએ જો હરિસ્મરણ કરવામાં આવે તો તે આત્માની સદ્ગતિ થાય છે, તેનો સદાને માટે સ્વર્ગમાં જ વાસ થાય છે, પરંતુ હવે શ્રાીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરતાં કરતાં આઠમા અધ્યાયના આ પાંચમા શ્લોકમાં ભગવાને પોતે જ એવું સ્પષ્ટ કરેલ છે કે જે આત્મા અંત સમયે તેમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે તે આત્મા રીતે તેમનામાં જ એટલે કે ભગવાનમાં જ સમાઈ જાય છે.

અહીં તે આત્મા સ્વર્ગ પ્રાપ્ત કરે છે તેવું દર્શાવ્યું નથી પણ તે આત્મા પ્રભુમાં જ સમાઇ જાય છે તેમ સ્પષ્ટ કરેલું છે. આ જ કારણે કદાચ સંતાનોનાં નામ દેવ-દેવીઓનાં નામ પર પાડવાની પ્રથા લોકોએ સ્વીકારી હોય તેવું બની શકે છે. જેથી અંત સમયે સંતાનને નામ દઇને બોલાવવાથી આડકતરી રીતે પણ ભગવાનનું નામ દેવાઇ જાય.

ગમે તે હોય પણ ગીતાજીમાં ભગવાને સ્વમુખે કહ્યું હોય કે અંત સમયે મારું સ્મરણ કરનાર મારા પોતાનામાં જ સમાઇ જાય છે અર્થાત તે જીવને ફ્રીથી મનુષ્ય રૂપે કે બીજા કોઇપણ રૂપે અવતાર લેવો પડતો નથી. તેના જન્મ મરણના ફેરા મટી જાય છે. વળી આ બાબતે કશી શંકા પણ ન રાખવી તેવું પણ ભગવાને આપણને કહી દીધું છે.

ચાલો, આપણે પણ હરહંમેશ ભગવાનનું નામ લેવાની ટેવ જ પાડી દઇએ જેથી અંત સમયે પણ આપણે પ્રભુનું સ્મરણ જ કરતા રહીએ અને દેહત્યાગ પછી આપણા પણ જન્મ મરણના ફેરા અટકી જાય.

      

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો