ભાજપ વિરોધી સૂત્રો પોકારનાર યુવતીને ૧૫ દિવસ માટે જેલ ભેગી કરાતા વિવાદ - Sandesh
  • Home
  • Newspaper
  • ભાજપ વિરોધી સૂત્રો પોકારનાર યુવતીને ૧૫ દિવસ માટે જેલ ભેગી કરાતા વિવાદ

ભાજપ વિરોધી સૂત્રો પોકારનાર યુવતીને ૧૫ દિવસ માટે જેલ ભેગી કરાતા વિવાદ

 | 2:42 am IST

। તુતિકોરિન ।

ચેન્નઈથી તુતિકોરિન જતી ફ્લાઈટમાં ભાજપ વિરોધી સૂત્રો પોકારવાના મુદ્દે દેશમાં રાજકીય વિવાદ જાગ્યો છે.  ભાજપ વિરોધી સૂત્રો પોકારવા માટે ૨૮વર્ષની લોઈસ સોફિયા નામની યુવતીને એરપોર્ટ પર પકડીને કોર્ટ દ્વારા ૧૫ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની સજા કરાઈ હતી.  જો કે પાછળથી તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. યુવતીના પિતાએ પુત્રી સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. યુવતી જે વિમાનમાં હતી તે જ વિમાનમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ તામિલીસાઈ સુંદરરાજન પણ પ્રવાસ કરતા હતા.  ”ડાઉન ડાઉન ફાસિસ્ટ ભાજપ ડાઉન ડાઉન” તેવા સૂત્રો પોકારવાની આ ઘટના સોમવારે બની હતી. તુતિકોરિન ખાતે યુવતી અને સંબંધિત એરલાઈન્સ સામે સામે કેસ કરવામાં આવ્યો તે પહેલા તેને સજા કરવાની ભાજપ નેતાએ જીદ પકડી હતી. તુતિકોરિનનાં એસપી મુરલી રાંભાનાં જણાવ્યા મુજબ સોફિયા સામે કેસ કરવામાં આવ્યો હતો. જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપ્યા પછી યુવતીને તિરૂનેલવેલી લઈ જવાની હતી પણ તેણે પેટમાં દુખાવાની ફરિયાદ કરતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. યુવતી રિસર્ચ સ્કોલર છે જે વેકેશન માણવા કેનેડાના મોન્ટ્રિયલથી ભારત આવી છે.

યુવતીએ તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવાનો દાવો કર્યો હતો પણ ભાજપ નેતાએ કહ્યું હતું કે વિમાનમાં કોઈની સાથે ગમે તે ભાષામાં બોલી શકાય નહીં.

યુવતીએ મને ધમકીઓ આપી : તામિલીસાઈ

તામિલીસાઈએ કહ્યું હતું કે યુવતીએ મને ધમકીઓ આપી છે અનેહું અસુરક્ષા અનુભવું છું. યુવતીની આવી હરકત પાછળ કોઈ સંગઠન કામ કરી રહ્યું છે. કોઈ નિર્દોષ વ્યક્તિ ફાસિસ્ટ શબ્દો બોલે નહીં આ ઈરાદાપૂર્વકનું કૃત્ય લાગે છે. તે મારી સામે જોઈને જોરશોરથી કેવી રીતે બોલી શકે? એરપોર્ટ એ જનરલ મંચ નથી કે જ્યાં તમે તમારા અંગત વિચારોને વ્યક્ત કરી શકો. મારા પણ અંગત અભિપ્રાયો અને પ્રાઈવસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન