Antibodies after four months of receiving Covid vaccine: Researchers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં રસી લીધાના ચાર જ મહિનામાં એન્ટિબોડીઝમાં ઘટાડો દેખાયો : અભ્યાસ

ભારતમાં રસી લીધાના ચાર જ મહિનામાં એન્ટિબોડીઝમાં ઘટાડો દેખાયો : અભ્યાસ

 | 6:30 am IST
  • Share

ભારતમાં સંપૂર્ણ વેક્સિનેટેડ એવા ૬૧૪ જેટલા આરોગ્યકર્મીઓનો અભ્યાસ હાથ ધરવામાં આવતાં ધ્યાને આવ્યું છે કે પ્રથમ વેક્સિન ડોઝ લીધાના ચાર જ મહિનામાં તેમના શરીરમાં કોવિડ-૧૯ સામે લડત આપી રહેલા એન્ટિબોડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. અભ્યાસનાં તારણોની મદદથી કેટલાક પશ્ચિમના દેશોએ નક્કી કર્યું છે તે રીતે ભારતમાં પણ બૂસ્ટર ડોઝ આપવાની જરૃર રહેશે કે નહીં રહે તે નક્કી કરવામાં સરકારને મદદ મળશે.

જોકે આ અભ્યાસ હાથ ધરનારી રાજ્ય સંચાલિત સંસ્થાના નિયામકે જણાવ્યું હતું કે, ‘વેક્સિનેટેડ વ્યક્તિના શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ ઘટવાનો અર્થ એ નહીં કે વ્યક્તિ કોવિડનો સામનો કરવાની રોગપ્રતિકાર શક્તિ ગુમાવી દેશે. શરીરમાં રહેલા મેમરી સેલ્સ સંક્રમણ સામે રક્ષણ આપવાની પૂરી ક્ષમતા ધરાવે છે.’

ભારતમાં સ્પુતનિક લાઇટના ત્રીજા ફેઝની

અજમાયશ માટે મંજૂરી । ભારતના ઔષધ નિયામકે ડો. રેડ્ડી લેબોરેટરીઝને સ્પુતનિક લાઇટના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. ગયા મહિને મળેલી ૧૭૨મી બેઠકમાં ઔષધ નિયામકને આ વેક્સિન પર ભારતમાં અજમાયશ હાથ ધરવાની મંજૂરી આપી હતી. આ વેક્સિન ઓક્ટોબરમા ભારતમાં ઉપલબ્ધ થઇ શકે છે. તેની અંદાજીત કિંમત રૃપિયા ૭૫૦ રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો