Antilia Decorated For Marriage Of Isha Ambani and Anand Piramal
  • Home
  • Featured
  • Photos: ઈશા-આનંદનાં લગ્ન, દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું ‘એંટીલિયા’, જોઇ લો તસવીરો

Photos: ઈશા-આનંદનાં લગ્ન, દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું ‘એંટીલિયા’, જોઇ લો તસવીરો

 | 9:39 am IST

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી આજે આનંદ પીરામલ સાથે લગ્નનાં બંધનમાં બંધાશે. 8-9 ડિસેમ્બરનાં ઉદયપુરમાં બંનેનાં આલીશાન પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન થયું હતુ, જેમાં બોલીવુડનાં નામી કલાકારોએ હાજરી આપી હતી. ઈશાનાં લગ્ન મુંબઈમાં તેમના આલીશાન ઘર ‘એંટીલિયા’માં થશે. આ ગ્રેંડ વેડિંગ પહેલા ‘એંટીલિયા’ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ‘એંટીલિયાને’ સુંદર ફૂલો અને લાઇટ્સથી શણગારવામાં આવ્યું છે.

ફૂલો અને લાઇટ્સનાં ઝાલરોની વચ્ચે દિવાનાં અજવાળાથી દ્રશ્ય વધારે સુંદર લાગી રહ્યું છે. દિવાને પીળા અને કેસરી ફૂલોથી શણગારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ફૉર્બ્સ મેગેઝીને 20 અરબપતિઓનાં ઘરોનું લિસ્ટ જાહેર કર્યું જેમાં ‘એંટીલિયા’ પહેલા નંબર પર છે. આ 27 માળનાં ઘરને બનાવવામાં 10 હજાર પાંચસો કરોડ રૂપિયા ખર્ચ થયા છે. ‘એંટીલિયા’ની આ તસવીરો કોઇપણને ચકિત કરી રહી છે. પ્રવેશદ્વારની બહાર લાગેલા ઝાડને વ્હાઇટ એન્ડ રેડ ફ્લાવરથી ડેકોરેટ કરવામાં આવ્યા છે.

ઈશા-આનંદનાં સંગીત ફંક્શનમાં વિદેશી હાઈ-પ્રોફાઈલ ગેસ્ટ પણ પહોંચ્યા હતા. આ લગ્નમાં હિલેરી ક્લિંટન અને પૉપ સિંગર બિયૉન્સે પણ હાજર રહ્યા હતા. બિયૉન્સે સંગીત સેરેમનીમાં ખાસ પરફૉર્મન્સ આપ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન