જ્યારે અનુપમ ખેરે મહેશ ભટ્ટને ગણાવ્યા દુનિયાના સૌથી મોટા દગાબાજ વ્યક્તિ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જ્યારે અનુપમ ખેરે મહેશ ભટ્ટને ગણાવ્યા દુનિયાના સૌથી મોટા દગાબાજ વ્યક્તિ

જ્યારે અનુપમ ખેરે મહેશ ભટ્ટને ગણાવ્યા દુનિયાના સૌથી મોટા દગાબાજ વ્યક્તિ

 | 5:03 pm IST

મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનેલી વર્ષ 1984ની ફિલ્મ ‘સારાંશ’ માં નજર આવી ચૂકેલા દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે આ ફિલ્મના શૂટિંગના 10 દિવસ પહેલા ફિલ્મથી નિકાળી દેવાના કારણે નિર્દેશકને દગાબાજ ગણાવી દીધા હતાં. આ ફિલ્મને બને 34 વર્ષ થઇ ગયા છે. અનુપમ જૂના દિવસો યાદ કરતા એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે.

તેમને કહ્યું,”મેં મારો તમામ સામાન બાંધી લીધો અને સીધા ભટ્ટ સરના ઘર પહોંચી ગયો અને મુંબઇ છોડવા પહેલા ખરેખર તેમના વિશે હું શું વિચારૂ છું. તેઓ છટ્ઠા માળે રહેતા હતા અને લિફ્ટ કામ કરી રહી ન હતી. હું જેવો ત્યાં પહોચ્યો, મેં તેમને બારી પાસે લઇ જઇ તેમને ટેક્સી દેખાડી, જેમા હું યાત્રા કરી રહ્યો હતો અને તેમને જણાવ્યું કે, મે મારો તમામ સામાન બાંધી લીધો છે અને મૂંબઇ છોડીને જઇ રહ્યો છું પરંતુ મારા જતા પહેલા તમે જાણી લો કે, તમે દુનિયાના નંબર એક દગાબાજ વ્યક્તિ છો.”

અનુપમ ખેરે જણાવ્યું કે,”હું તમામ વસ્તુ બોલતા રડી રહ્યો હતો. હું નિરાશ હતો અને ડરેલ પણ હતો. ગુસ્સામાં હું તેમને પ્રભાવિત કરનાર વાતો કહી રહ્યો હતો. માટે મેં કહ્યું,”ભટ્ટ સાહેબ તમે સત્ય પર એક ફિલ્મ બનાવી રહ્યા છો. તમે આ પ્રકારની ફિલ્મ કેવી રીતે બનાવી શકો. જ્યારે તે ખોટું છે. હું એક બ્રાહ્મણ છું અને તમને શ્રાપ આપુ છું.”

અનુપમ ખેરે આગળ જણાવ્યું કે, બાદમાં મહેશ ભટ્ટે તેમને ફિલ્મ ‘સારાંશ’માં લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરી લીધો.