anupam kher demands home minister amit shah see viral tweet
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુપમ ખેરે રૂંવાડા ઉભા કરી દે તેવો મેસેજ લખીને કહ્યું- અમિત શાહ આ કાયદો પાસ કરાવી દો

અનુપમ ખેરે રૂંવાડા ઉભા કરી દે તેવો મેસેજ લખીને કહ્યું- અમિત શાહ આ કાયદો પાસ કરાવી દો

 | 12:00 pm IST

હૈદરાબાદમાં દિલ્હીના નિર્ભયા કાંડનું પુનરાવર્તન જોવા મળ્યું. ક્રૂરતાની તમામ હદો વટાવતા નરાધમોએ 27 વર્ષની પશુ ચિકિત્સક સાથે બળાત્કાર કર્યો અને બાદમાં તેને જીવતી સળગાવી દીધી. બાદમાં તેને અડધી બળેલી હાલતમાં પુલની નીચે ફેંકી દેવામાં આવી. આ ન્યૂઝથી તેલંગાણા જ નહીં પણ સમગ્ર દેશ હચમચી ગયો છે. યુવતીની સાથે થયેલી હેવાનિયતભરી ઘટનાને લીધે દેશમાં આક્રોશ છે અને સામાન્ય માણસથી લઈને સેબિબ્રિટીઝ પણ આ ઘટના પર પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યાં છે.

આ જ બાબતને લઈ અનુપમ ખેરે પણ ટ્વીટ દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે બળાત્કારીઓ માટે ફાંસીની માગણી પણ કરી છે. પરંતુ આ વખતે તેણે દેશના ગૃહમંત્રી અમિત શાહને દુષ્કર્મ કરનારાઓ માટે મોતની સજા આપવાનો કાયદો લાવવાની પણ માંગ કરી છે કે જેના લીધે તે ચર્ચામાં છે.

અનુપમ ખેરે કહ્યું કે, દુષ્કર્મ કરનારાઓને જાહેરમાં ઉંધા લટકાવી ગોળી મારી દેવી જોઈએ. ત્યારબાદ તેમણે ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરતા લખ્યું કે, ‘ગૃહ મંત્રી તરીકે તમે ઘણા વખાણવા લાયક નિર્ણયો લીધા છે. તો પછી દુષ્કર્મ કરનારાઓને તરત જ મોતની સજા થવી જોઈએ. બસ આ એક કાયદો પણ પાસ કરાવી દો.’

આ વીડિયો પણ જુઓ: ખેડૂતોને શિયાળામાં પણ રડવાનો આવ્યો વારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન