Anupam Kher shared look of film The Accidental Prime Minister
  • Home
  • Entertainment
  • Bollywood
  • મનમોહન સિંહ પર બની રહેલી ફિલ્મમાં આવા દેખાશે અડવાણી-લાલુ અને શિવરાજ પાટીલ

મનમોહન સિંહ પર બની રહેલી ફિલ્મમાં આવા દેખાશે અડવાણી-લાલુ અને શિવરાજ પાટીલ

 | 6:25 pm IST

બોલિવુડમાં હાલ સૌથી વધુ સંજુ બાયોપિકની ચર્ચા થઈ રહી છે, પણ બીજી તરફ દર્શકો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિકની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જ્યારથી અનુપમ ખેરના લૂકના વીડિયો વાઈરલ થઈ છે, ત્યારથી તેની ચર્ચા થઈ છે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિક પર ફિલ્મ બની રહી છે. જેમાં અનુપમ ખેર મુખ્ય રોલમાં છે. અત્યાર સુધી અનુપમ ખેરના લૂકની ચર્ચાઓ થઈ હતી, પણ હવે આ ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર છે. ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને દર્શકોમાં બહુજ એક્સાઈટમેન્ટ છે. ત્યારે હવે ફિલ્મમાં લાલકૃષ્ણ અડવાણી, શિવરાજ પાટીલ અને લાલુ પ્રસાદ યાદવના પાત્રોનો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અનુપમ ખેરની સાથે એક્ટર અવતાર સહાની, વિમલ વર્મા અને અનિલ રસ્તોગી દેખાઈ રહ્યાં છે. અવતાર સહાની ફિલ્મમાં લાલ કૃષ્ણ અડવાણી, વિમલ વર્મા લાલુ પ્રસાદ યાદવ અને અનિલ રસ્તોગી શિવરાજ પાટીલનો રોલ કરવાના છે.