Anupam kher Swara appeals to stay together on Ayodhya Decision
  • Home
  • Entertainment
  • Bollywood
  • અયોધ્યા મામલે સ્વરા-અનુપમે કર્યુ ટ્વીટ, ભજન ટાંકી કરી શાંતિની અપીલ

અયોધ્યા મામલે સ્વરા-અનુપમે કર્યુ ટ્વીટ, ભજન ટાંકી કરી શાંતિની અપીલ

 | 12:22 pm IST

આજે સમગ્ર દેશ માટે યાદગાર દિવસ છે કેમકે આજે સતત વિવાદોમાં રહેલ અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. અયોધ્યા વિવાદ પર આજે નિર્ણય આવતાની સાથે જ થોડીવારમાં જ બોલિવુડ એકટ્રેસ સ્વરા ભાસ્કરે ટ્વીટ કરી લોકોને શાંતિ અનો સૌહાર્દ રાખવાની અપીલ કરી હતી. 70 વર્ષોથી જેની ભારે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સંવેદનશીલ એવા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે 5 જજોની પીઠના નિર્ણયને સંભળાવ્યો છે.

સ્વરા ભાસ્કરે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા ભજનની બે લાઈન લખી હતી. સ્વરા એ ટ્વીટમાં લખ્યુ કે, ‘રધુપતિ રાઘવ રાજા રામ… સબકો સન્મતિ દે ભગવાન’ જેનો અર્થ છે કે ઈશ્વર સૌને સદ્દબુદ્ધિ આપે. આ ભજન અહિંસાનો પાઠ ભણાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સૌથી પસંદ ભજન હતુ.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર આ ખાસ અવસરે ચુપ ન જ રહે તે સ્વાભાવિક છે પોતાની લાગણી દર્શાવતા અનુપમે ટ્વીટ કરીને અયોધ્યા મામલે શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. અનુપમ ખેરે લખ્યુ કે, ‘અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન’

અનુપમ ખેરના ટ્વીટનો લોકો હાલ વિરોધ કરી રહ્યા છે. અનુપમ ખેર પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તે ક્યારેય સરકારની વિરૂદ્ધમાં બોલતા નથી.

મામલો એટલો સેન્સેટિવ છે કે હાલ તમામ રાજનેતાઓ અને બોલિવુડ સેલિબ્રિટી ટ્વીટ કરીને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી રહ્યા છે.

PM મોદીએ કરી શાંતિની અપીલ
અનુપમ ખેરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ટ્વીટને પણ રીટ્વીટ કર્યુ છે જેમાં તેમણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી. PM મોદીએ ટ્વીટ કરીને લખ્યુ હતુ કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઈની હાર-જીત નથી થઈ.

દેશવાસીઓને મારી અપીલ છે કે આપણી પ્રાથમિક્તા રહેશે કે ભારતમાં શાંતિ,એકતા અને સદ્ભાવનાની મહાન પરંપરાને બળ આપીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન