viral video: anupam kher takes poor childrens for lunch in 5 star hotel
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આને કહેવાય અસલી હીરો, અનુપમ ખેરે ફૂટપાથનાં બાળકોને ફાઈવ સ્ટાર હોટલમાં જમાડ્યાં

VIDEO: આને કહેવાય અસલી હીરો, અનુપમ ખેરે ફૂટપાથનાં બાળકોને ફાઈવ સ્ટાર હોટલમાં જમાડ્યાં

 | 3:53 pm IST

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે મુંબઈની ગલીઓમાં સુતા બાળકોને જમાડવા માટે હોટલમાં લઈ ગયા. બાળકો પણ ખુબ ખુશ થયા. અનુપમ ખેરનો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો હીરોના વખાણ કરી રહ્યા છે.

અનુપમ ખેરે આવા બે વીડિયો શેર કર્યા છે. તેણે સાથે સાથે એક ઘટના પણ શેર કરી છે. લોકોની આ વીડિયો પર ભારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનુપમ ખેરે આ વીડિયો શેર કરીને લખ્યું કે, નાસ્તા માટે મારા મોર્નિંગ વોકના મિત્રો સાથે હોટલ ગયો, જે ખુબ સંતોષકારક હતું.

આ સમય દરમિયાન અમે હસ્યા, ગીત ગાયા અને જમ્યા. તેની સાથે સારો સમય વિત્યો. જ્યારે ખાવાનું બિલ આવ્યુપં તો આ બાળકોએ મને કહ્યું અંકલ, બિલ વધારે તો નથી આવ્યું ને! આ વાત એવા બાળકે કહી કે જે મુંબઈની ગલીઓમાં સુવે છે. જય હો. આ રીતે અનુપમ ખેરે આ વીડિયોની સાથે પોતાનો આવો અનુભવ પણ ફેન્સ વચ્ચે શેર કર્યો છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન