Anupam Kher Urges People To Support Kashmiri Hindu Bindroo Family
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બિંદરૂની ક્રૂર હત્યા પર ફાટ્યો અનુપમ ખેરનો ગુસ્સો, ‘આતંકવાદ સામે તમારા અંતરાત્માને જગાડો’

બિંદરૂની ક્રૂર હત્યા પર ફાટ્યો અનુપમ ખેરનો ગુસ્સો, ‘આતંકવાદ સામે તમારા અંતરાત્માને જગાડો’

 | 2:50 pm IST
  • Share

  • કાશ્મીરમાં આતંકીઓએ ત્રણ નાગરિકોની કરી ક્રૂર હત્યા

  • બિંદુર પરિવારના સમર્થનમાં આવ્યા અનુપમ ખેર

  • લોકોને અવાજ ઉઠાવવા કરી અપીલ

 

તાજેતરમાં જ કાશ્મીરમાં આતંકવાદીઓની નાપાક હરકતે લોકોને હચમચાવી દીધા. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બે કલાકની અંદર આતંકવાદીઓએ ત્રણ નાગરિકોની હત્યા કરી હતી, જેમાં માખણલાલ બિંદરૂની હત્યા સૌથી પહેલા કરી હતી હતી. કાશ્મીરમાં થયેલા આ આતંકવાદી હુમલાએ બોલીવૂડ અભિનેતા અનુપમ ખેરને પણ હચમચાવી દીધા છે. તેમણે લોકોને બિંદરૂ પરિવારના સમર્થનમાં આવવા અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પર અનુપમ ખેરે વિડીયો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે – ‘માખનલાલ બિંદરૂની ઘાતકી હત્યાએ મને હચમચાવી દીધો છે. બીજા દિવસે બિંદરૂજીની દીકરી ડો.શ્રદ્ધાનો ચેનલોને આપેલ ઇન્ટરવ્યુ જોયો. એક ભારતીય દીકરી તેના પિતાના ભયાનક મૃત્યુ પર પોતાના અને પરિવારના દુ:ખ અને આંસુને છુપાવીને, આતંકવાદીને પડકાર આપતા પોતાના પિતાને અજોડ શ્રદ્ધાંજલિ આપી શકે છે. તેને જોઇને ગર્વ, તકલીફ, આંખોમાંથી આંસુ પણ છલકાયા અને આખું શરીર ગુસ્સાથી હચમચી પણ ગયું. ડો. શ્રદ્ધા માટે તે સહેલું નહીં હોય, તકલીફ સહન કરવા માટે જીગર જોઈએ, અને સૌથી મોટી વાત એના માટે સંસ્કાર જોઈએ.’

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

‘બિંદરૂ સાહેબના પરિવારને ટેકો આપો, દરેક એ પરિવારને ટેકો આપો જે કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાના પર છે. 30 વર્ષ સુધી, જ્યારે દુનિયા  નિર્દોષ કાશ્મીરી હિન્દુઓની શ્રેણીબદ્ધ હત્યા, આપણી માતાઓ અને બહેનોના બળાત્કાર પર અને 1990માં ચાર લાખ કાશ્મીરી હિંદુઓના દેશનિકાલ પર ચૂપ રહી એમ ચૂપ ન રહો. આજે 130 કરોડ ભારતીયોની આ સમસ્યા છે, એટલે તમારા અંતરાત્માને જગાડો.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો