Anupam Kher's wife Kiran started working after being diagnosed with cancer
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુપમ ખેરની પત્ની કિરણ કેન્સરના નિદાન પછી લાગી કામે

અનુપમ ખેરની પત્ની કિરણ કેન્સરના નિદાન પછી લાગી કામે

 | 11:20 pm IST
  • Share

  • ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની નવી સીઝન થશે શરુ
  • શિલ્પા શેટ્ટીએ શેર કર્યો શૂટિંગનો વીડિયો
  • કિરણ ખેર કેન્સરના નિદાન પછી પરત ફર્યા

‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની નવી સીઝન થોડા જ સમયમાં  ટીવી પર શરૂ થવાની છે. જેનું શૂટિંગ હાલમાં જ શરૂ થયું છે. શોના જજ તરીકે કિરણ ખેર, શિલ્પા શેટ્ટી, બાદશાહ અને મનોજ મુંતશીર જોવા મળશે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સેટનો વીડિયો શેર કર્યો છે જેમાં તે કિરણ ખેરને પોતાને દત્તક લઈ લેવા વિનંતી કરી રહી છે.

કિરણ ખેર મને દત્તક લઇ લે: શિલ્પા

વીડિયોમાં શિલ્પા શેટ્ટી કિરણ ખેરની જ્વેલરી પર કેમેરો ફોકસ કરતી જોવા મળે છે. શિલ્પા મજાકમાં કહે છે કે તે શૂટિંગ પર માત્ર કિરણ ખેરની જ્વેલરી જોવા માટે આવે છે. શિલ્પા મજાકમાં એમ પણ કહી દે છે કે,કિરણ ખેરે મને દત્તક લઇ લેવી જોઈએ કારણ જે તેમને તો દીકરી નથી..અને દીકરો સિકંદર થોડો જ્વેલરી પહેરવાનો છે.તેના જવાબમાં કિરણે થોડા દિવસ પહેલાનો કિસ્સો જણાવ્યો હતો જેમાં તેમણે સિકંદરને કહ્યું હતું કે, તેઓ પોતાના થોડાં દાગીના વેચી દેશે કારણકે સિકંદર લગ્ન કરતો નથી. ત્યારે સિકંદરે કિરણને આમ ન કરવાની ચેતવણી આપી હતી. જવાબમાં કિરણે સિકંદરને કહ્યું હતું કે, તેમને પુત્રવધૂ અથવા દીકરી લાવી આપ જેથી તેઓ તેમની જ્વેલરી તેને આપી શકે.

સિકંદરે આપ્યો શિલ્પાને વળતો જવાબ

દરમિયાન શિલ્પા પોતાની તરફ કેમેરા ફેરવીને કહે છે, ‘સિકુ હું બધી જ જ્વેલરી લઈ જવાની છું.’ શિલ્પા અને કિરણ ખેરની આ મસ્તીમાં બાકીના બે જજ બાદશાહ અને મનોજ મુંતશીર પણ જોડાયા હતા. આ મજેદાર વીડિયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, “IGT પર BTS. ગરમ ગરમ. શોનો પહેલો દિવસ નવી જ્યૂરી સાથે.” આ સાથે જ શિલ્પાએ બાકીના જજને પણ વીડિયોમાં ટેગ કર્યા હતા. શિલ્પાના આ વીડિયો પર કોમેન્ટ કરતાં સિકંદરે પણ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણે લખ્યું, “હું તેમની સાડી નિયમિતપણે પહેરીને કાર્ડિયો કરું છું.”

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો