anupriya patel apna dal and nitish kumar jdu will not part Of bjp
  • Home
  • Election 2019
  • શપથ પહેલા જ NDAમાં તિરાડ, જેડીયૂએ સરકારમાં શામેલ થવાનો કર્યો ઈનકાર

શપથ પહેલા જ NDAમાં તિરાડ, જેડીયૂએ સરકારમાં શામેલ થવાનો કર્યો ઈનકાર

 | 6:41 pm IST

થોડી જ વારમાં નરેન્દ્ર મોદી શપથ લેશે. એની આ સરકારનો હિસ્સો ન તો જેડીયું હશે કે ન તો અપના દલ. જાણકારી પ્રમાણે જેડીયુને આશા હતી કે 3 મંત્રી પદ મળશે. 2 કેબિનેટ અને 1 રાજ્ય મંત્રી. જો કે ભાજપે માત્ર એક કેબિનેટ માટે જેડીયુને ઓફર કરી હતી. તો એ તરફ અપના દલના અનુપ્રિયા પટેલને પણ ફોન નથી આવ્યો.

સુત્રો પ્રમાણે નિતિશ કુમાર ઈચ્છે છે કે આરસીપી સિંહ અને લલ્લન સિંહને કેન્દ્રીય મંત્રી તો સંતોષ કુશાવાહાને રાજ્યમંત્રીનું પદ આપવામા આવે. નિતિશ કુમાર અત્યારથી આગળનાં વર્ષે આવનાર વિધાનસભા ચૂંટણીનું વિચારવા લાગ્યાં છે.

જેડીયુ નેતા વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે અમે મોદી સરકારનો હિસ્સો નહીં રહીએ પરંતુ અમારૂ ગઠબંધન રહેશે. અને NDAનો ભાગ બનીને રહેશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન