Anurag Kashyap Daughter Threatened by So Called PM Modi Supporters
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાણીતા ડાયરેક્ટરની દીકરીને રેપની ધમકી, PM મોદીને કહ્યું- સર બતાવો કેવી…

જાણીતા ડાયરેક્ટરની દીકરીને રેપની ધમકી, PM મોદીને કહ્યું- સર બતાવો કેવી…

 | 5:24 pm IST

બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર તેના બેબાક નિવેદનો માટે જાણીતો છે. ઉપરાંત તે સોશિયલ મીડિયા પર સરકારની નીતિઓ વિશે પણ ખુલીને ટિપ્પણી કરે છે. જોકે કેટલીક વખત તે ટ્રોલ પણ થઈ જાય છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં બીજેપીની શાનદાર જીત બાદ અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પર ધમકી આપતા મેસેજ મળવા લાગ્યા છે. ત્યારે અનુરાગ કશ્યપે પીએમ નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા પાઠવી છે અને સાથે એક વિનંતી પણ કરી છે.

અનુરાગ કશ્યપે વિનંતી કરતા કહ્યું કે તેઓ ધમકી આપતા બીજેપીના સમર્થકોથી કેવી રીતે પોતાની અને પરિવારની સુરક્ષા કરે. એક કથિત મોદી સમર્થકે અનુરાગ કશ્યપની દીકરીને ઈન્સ્ટાગ્રામ પર રેપની ધમકી આપી છે. ડાયરેક્ટર અનુરાગ કશ્યપે તેની દીકરીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવેલ આ ધમકીના કમેન્ટનો સ્ક્રીન શોટ લઈ તેને ટ્વીટ પર શેર કર્યું છે.

અનુરાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંભોધિત કરતા એક ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે,‘પ્રિય નરેન્દ્ર મોદી સર, જીત માટે શુભેચ્છા અને બધાને સાથે લઈને ચાલવાના સંદેશ માટે આભાર. સર કૃપા અમને જણાવો કે તમારા આવા ફોલોવર્સથી કેવી રીતે બચી શકીએ જે તમારી જીતના જશ્નમાં મારી દીકરીને આવી રીતે ધમકાવી રહ્યા છે. કારણ કે મારા વિચાર તમારા વિરોધમાં રહે છે.’ તમને જણાવી દઈએ કે અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને સતત સામાજિક સમસ્યાઓ પર પોતાના વિચાર રજૂ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન