Before Anurag Kashyap, these stars have also been accuse
  • Home
  • Featured
  • અનુરાગ કશ્યપ પહેલા આ સ્ટાર્સ ઉપર પણ લાગી ચૂક્યો છે જાતીય શોષણનો આરોપ, જુઓ PHOTOS

અનુરાગ કશ્યપ પહેલા આ સ્ટાર્સ ઉપર પણ લાગી ચૂક્યો છે જાતીય શોષણનો આરોપ, જુઓ PHOTOS

 | 11:12 am IST

અભિનેત્રી પાયલ ઘોષ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. પાયલ ઘોષે નિર્માતા અનુરાગ કશ્યપ ઉપર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. જેમાં બોલિવૂડમાં એક વખત ફરી #MeToo ની ચર્ચા ખુબ થઈ રહી છે. જો કે આવી ઘટના પહેલી વખત નથી બની. કે બોલિવૂડ સ્ટાર ઉપર આવા પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો હોય. આ પહેલા પણ ઘણા કલાકારો પર આ પ્રકારનો આરોપ લાગી ચૂક્યો છે. આલોકનાથ, કૈલાશ ખેર, અભિજીત ભટ્ટાચાર્ય, વિકાસ બહલ જેવા બોલિવૂડ સ્ટાર્સ સામેલ છે. તો આવો એક નજર કરીએ.

વર્ષ 2018માં અભિનેત્રી તનુશ્રી દત્તાએ જાણીતા અભિનેતા નાના પાટેકર ઉપર જાતીય શોષનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા હતા. ગયા વર્ષમાં કેટલાક સ્ટાર્સની કારકિર્દી ત્યારે સંકટમાં આવી ગઈ જ્યારે તેમના પર #MeToo અભિયાનમાં આરોપ લગાવવામાં આવ્યા છે. તેમાંથી એક આલોકનાથ પણ છે. ડાયરેક્ટર વિકાસ બહલ ચિલ્લાર પાર્ટી, ક્વીન અને શાનદાર જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે. એક મહિલાએ વિકાસ બહલ ઉપર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સિંગર કૈલાશ ખેર પણ જાતીય શોષણ અને છેડછાડના આરોપ લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન