અનુરાગ કશ્યપ બેસી ગયા તાપસી પન્નૂનાં પગ પર, કહ્યું સીનિયોરિટીની પરવાહ નથી કરતા કલાકારો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુરાગ કશ્યપ બેસી ગયા તાપસી પન્નૂનાં પગ પર, કહ્યું સીનિયોરિટીની પરવાહ નથી કરતા કલાકારો

અનુરાગ કશ્યપ બેસી ગયા તાપસી પન્નૂનાં પગ પર, કહ્યું સીનિયોરિટીની પરવાહ નથી કરતા કલાકારો

 | 4:09 pm IST

અનુરાગ કશ્યપ અત્યારે તેમની આગામી ફિલ્મ ‘મનમર્જિયા’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તાપસી પન્નૂ, વિકી કૌશલ અને અભિષેક બચ્ચન જોવા મળશે. આ ફિલ્મને ‘તનુ વેડ્સ મનુ’થી જાણીતા બનેલા ડાયરેક્ટર આનંદ એલ. રાય પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મનાં ડાયરેક્ટર અનુરાગ કશ્યપે 2 દિવસ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અનુરાગ કશ્યપ અભિનેત્રી તાપસી પન્નૂનાં પગપર(ખોળામાં) બેઠેલા જોવા મળ્યા હતા. જો કે અનુરાગે મજાકમાં આવું કર્યું હતું.

અનુરાગ કશ્યપે ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આવું ત્યારે થાય છે જ્યારે એક્ટર તમારી સીટ લઇ લે છે અને તમારી ઉંમર અને સીનિયોરિટીની પણ પરવાહ કરતા નથી.’ આ રીતે તેમણે મસ્તીભર્યા અંદાજમાં ફોટો શેર કર્યો હતો. આ તસવીર પર અનુરાગનાં ફેન્સે કમેન્ટ કરીને અનુરાગની મસ્તી કરી હતી.

આ ફોટોને તાપસી પન્નૂએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘જ્યારે ડાયરેક્ટર તમારા પગની તાકાતની પરિક્ષા લેવાનો નિશ્ચય કરી લે છે.’ ‘મનમર્જિયા’ પંજાબ આધારિત પ્રેમ કહાની છે જેનુ શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ થઇ ગયું છે.

મોટાભાગનું શૂટિંગ પંજાબમાં થઇ રહ્યું છે, જ્યારે કેટલોક ભાગ દિલ્હી અને કાશ્મીરમાં પણ શૂટ થશે. આ ફિલ્મમાં અમિત ત્રિવેદી મ્યુઝિક આપી રહ્યા છે અને વાર્તા કનિકા ઢિલ્લોંએ લખી છે. પહેલા આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાને લેવાની ચર્ચાઓ હતી, ત્યારબાદ મલયાલમ સ્ટાર દલકેર સલમાનનું નામ પણ આવ્યું હતું, પરંતુ છેલ્લે આ ફિલ્મમાં અભિષેક બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યો છે.