BCCIની ઇવેન્ટમાં ફરી જોવા મળ્યા ઠાકુર, આ હોઇ શકે છે કારણ - Sandesh
NIFTY 10,856.10 +13.25  |  SENSEX 35,746.73 +54.21  |  USD 67.6475 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • BCCIની ઇવેન્ટમાં ફરી જોવા મળ્યા ઠાકુર, આ હોઇ શકે છે કારણ

BCCIની ઇવેન્ટમાં ફરી જોવા મળ્યા ઠાકુર, આ હોઇ શકે છે કારણ

 | 2:55 pm IST

મંગળવારે બેંગલુરૂમાં BCCIનાં એવોર્ડ ફંક્શનમાં એક સરપ્રાઇઝ મહેમાન અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા. બૉર્ડનાં પૂર્વ અધ્યક્ષને સુપ્રીમ કૉર્ટ દ્વારા લોઢા કમિટીની શરતો લાગૂ ના કરી શકવાને કારણે પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેઓ સમગ્ર આયોજન અને વાર્ષિક પટૌડી લેક્ચર દરમિયાન પણ ત્યાં હાજર રહ્યા હતા. ઠાકુરની ઉપસ્થિતિએ ઘણાં લોકોને ચોંકાવી દીધા હતા.

ચોંકાવનારી વાત એ છે કે તાજેતરમાં આ બીજો પ્રસંગ એવો હતો જેમાં BCCIની કોઇ ઇવેન્ટમાં ઠાકુર ઉપસ્થિત રહ્યા હોય. આ કારણે અનુરાગ ઠાકુર ફરીથી BCCIમાં મુકાશે તે અટકળો કરવામાં આવી રહી છે. તેઓ IPLની ફાઇનલનાં દિવસે વાનખેડે મેદાન પર પણ હાજર હતા. ઠાકુર આશા રાખી રહ્યા છે કે 4 જુલાઇનાં રોજ સુપ્રીમ કૉર્ટનો ફેસલો તેમનાં પક્ષમાં આવશે.
આ વિશે ઠાકુરને પુછતા તેમણે વાતને ટાળી હતી અને અફઘાનિસ્તાન વિશે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આટલા ઓછા સમયમાં અફઘાનિસ્તાને આટલુ અંતર કાપ્યુ તે ઘણી મોટી વાત છે. અફઘાનિસ્તાનનું ટેસ્ટ રમવું ક્રિકેટ જગત મમાટે સારી વાત છે અને ભારત માટે ખુશીની વાત છે કારણ કે ભારત આ સફળનો ભાગ છે.”