અનુરાગ ઠાકુર 'NAMO AGAIN'વાળી શર્ટ પહેરી સંસદ પહોંચ્યા, મોદીએ કર્યા વખાણ - Sandesh
  • Home
  • India
  • અનુરાગ ઠાકુર ‘NAMO AGAIN’વાળી શર્ટ પહેરી સંસદ પહોંચ્યા, મોદીએ કર્યા વખાણ

અનુરાગ ઠાકુર ‘NAMO AGAIN’વાળી શર્ટ પહેરી સંસદ પહોંચ્યા, મોદીએ કર્યા વખાણ

 | 3:54 pm IST

2019 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટેનાં પ્રયાસો શરૂ થઈ ગયા છે. જેમાં ‘NAMO AGAIN’ લખેલી ટી શર્ટ પહેરીને હુડી ચેલેન્જ આપવામાં આવી રહી છે. આ દરમિયાન મંગળવારે અનુરાગ ઠાકુર આવી જ ટી શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. જેની સોશિયલ મીડિયા પર પણ લોકોએ પ્રશંસા કરી હતી. અનુરાગનાં ટ્વીટ પર મોદી રી-ટ્વીટ કરીને કહ્યું કે, ‘સારા લાગી રહ્યા છો’

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી થાવરચંદ ગહેલોતે પણ નમો અગેન લખેલી ટી શર્ટ પહેરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, મેં પહેરી લીધી તમે પહેરી કે નહી? તમારે પણ એ સંકલ્પ સાથે પહેરવી જોઈએ, નમો અગેન 2019માં નરેન્દ્ર મોદી ફરીથી ભારતનાં વડાપ્રધાન તરીકે શપથ લે.

અનુરાગે ટ્વીટ કરી કહ્યું કે, મે મારી હુડી(સ્વેટ શર્ટ) પહેરી લીધી છે. તમારી ક્યાં છે? અનુરાગે કિરણ રિજ્જુ, રાજ્યવર્ધન રાઠોડ, મનોજ તિવારી, બાબુલ સુપ્રિયો સહિતનાં નેતાઓને ચેલેન્જ આપી હતી. ઘણાં લોકોએ પણ નમો અગેનની ટી શર્ટ પહેરીને ફોટો સોશયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી નમો નામથી જાણીતા બન્યા હતા. કૉંગ્રેસને હરાવી ભાજપ સત્તામાં આવ્યું હતું. હવે પીએમ મોદી ફરીથી ચૂંટણી માટે તૈયાર છે અને કૉંગ્રેસ પણ કોઇ કસર છોડી રહ્યાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન