લંડનમાં કેમ ટીમ ઇન્ડિયા સાથે ઉચ્ચાયુક્તની દાવતમાં પહોંચી અનુષ્કા, BCCI એ આપ્યો જવાબ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • લંડનમાં કેમ ટીમ ઇન્ડિયા સાથે ઉચ્ચાયુક્તની દાવતમાં પહોંચી અનુષ્કા, BCCI એ આપ્યો જવાબ

લંડનમાં કેમ ટીમ ઇન્ડિયા સાથે ઉચ્ચાયુક્તની દાવતમાં પહોંચી અનુષ્કા, BCCI એ આપ્યો જવાબ

 | 8:45 am IST

બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને કેટલાક દિવસો પહેલા જ પ્રશંસકોની આલોચનાનો સમાનો કરવો પડ્યો. ખરેખર લૉર્ડસ ટેસ્ટ પહેલા અનુષ્કા શર્મા એક તસવીરમાં ભારતીય ટીમ સાથે નજર આવી રહી હતી. આ તસવીરને બીસીસીઆઇ એ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરમાં અનુષ્કા સિવાય કોઇ પણ ભારતીય ખેલાડીની પત્ની હાજર નહતી. આવામાં પ્રશંસકોએ અનુષ્કાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. પ્રશંસકો અનુષ્કાને સતત એક જ સવાલ પૂછી રહ્યા હતા કે, અનુષ્કા ભારતીય ટીમનો ભાગ ક્યારે બની ગઇ? માત્ર આટલું જ નહી લોકોએ બીસીસીઆઇ પર પ્રોટોકોલનાં ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો. વિવાદને વધતા જોઇ બીસીસીઆઇ એ હવે પોતાનો પક્ષ સામે મૂક્યો છે.

બીસીસીઆઇના અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, હાઇકમિશને તમામ ખેલાડીઓને પોતાના પરિવાર સાથે આમંત્રિત કર્યા હતાં. આવામાં અનુષ્કાનું ત્યાં હોવું કંઇ ખોટુ નથી. તે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે અને આ હકથી તેનું ત્યાં જવું યોગ્ય હતું. બોર્ડે કોઇ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કર્યુ નથી.

તમને જણાવી દઇએ કે, આ તસવીરમાં કેપ્ટન વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્મા નજર આવી રહી છે. ફેન્સ તે વાતથી ખુશ ન હતા કે તસવીરમાં અનુષ્કા ભારતીય ટીમના ઉપ કેપ્ટન આંજિક્ય રહાણેને જોવા માંગતા હતાં.