અનુષ્કાએ બાળકને સ્તનપાન કરાવતી તસવીર કરી શેર, ટ્રોલર્સને આપ્યો જવાબ - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુષ્કાએ બાળકને સ્તનપાન કરાવતી તસવીર કરી શેર, ટ્રોલર્સને આપ્યો જવાબ

અનુષ્કાએ બાળકને સ્તનપાન કરાવતી તસવીર કરી શેર, ટ્રોલર્સને આપ્યો જવાબ

 | 3:30 pm IST

મ્યૂઝિશિયન અનુષ્કા શંકરે પોતાના વેરિફાઇડ ટ્વીટર હેન્ડલથી એક તસવીર શેર કરી છે, જેમા તે પોતાના બાળકને બ્રેસ્ટ ફ્રીડિંગ કરાવતી નજર આવી રહી છે. આ તસવીરના કારણે તેને સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ મળવાનું શરૂ થઇ ગઇ છે. જોકે, તસવીર શેર કરતા અનુષ્કાએ તેવા લોકોને એવો સણસણતો જવાબ પણ આપી દીધો છે, જેઓ આ પ્રકારની તસવીરોને શેર કરતા સેલેબ્સને ટ્રોલ કરવાનું શરૂ કરી નાંખે છે. તેમણે લખ્યું- 3 વર્ષ પહેલા આજનાં જ દિવસે હું બીજી વખત માતા બની. હું ગર્વ અનુભવું છું તે ચમત્કારને જેને મારા શરિરે પૂર્ણ કર્યુ.

અનુષ્કાએ લખ્યુ- મેં મારી આત્મા સાથે એક વાયદો કર્યો. તો હું મારા પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું સાથે જ હું ખુબ જ શાંતિથી અને અનંતવાર પોતાના માટે સન્માન અનુભવુ છું. અનુષ્કાએ ઘણી તસવીરો અપલોડ કરી છે જેમા તેમણે એક તસવીર તેમના 3 વર્ષિય બાળકની છે, જ્યારે એક તસવીર ત્યારની છે જેમા તેમનું બાળક તેમના ગર્ભમાં છે. એક તસવીરમાં અનુષ્કા સિતાર વગાડતી નજર આવી રહી છે અને તેમનું બાળક તેમની પાસે સૂતેલ છે. આ પોસ્ટમાં અનુષ્કાએ તે તસવીર પણ શેર કરી છે જેમા તે પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે.

તમને જણાવી દઇએ કે અનુષ્કાને સૌથી વધારે વિવાદાસ્પદ કોમેન્ટ તેમની સ્તનપાનની તસવીરને લઇને આવી છે. જોકે, અનુષ્કા શંકરની આ તસવીરને ખુબ પસંદ પણ કરવામા આવી રહી છે. આ પોસ્ટમાં તમામ લોકોએ અનુષ્કા અને તેના બાળકને શુભેચ્છા પાઠવી છે.