- Home
- Entertainment
- Bollywood
- વિરુષ્કાએ આ રાખ્યું પોતાની લાડકવાયીનું નામ? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ખબર

વિરુષ્કાએ આ રાખ્યું પોતાની લાડકવાયીનું નામ? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ખબર

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેમની પુત્રીનું નામ રાખ્યું છે. સોશિયલ મીડિયા પર હાલ આ ખબર વાયરલ થઇ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમની પુત્રીનું નામ અનવી રાખ્યું છે. અહેવાલો અનુસાર અનુષ્કા અને વિરાટે પોતાની પુત્રી અનવીનું નામ પોતાના નામથી જોડીને બનાવ્યું છે.
જોકે, આ મામલે હજી સુધી અનુષ્કા અને વિરાટ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, 11 જાન્યુઆરીએ અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ માહિતી ખુદ વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આપી હતી. વિરાટની ઇન્સ્ટા પોસ્ટ વાયરલ થતાંની સાથે જ લોકોએ અનુષ્કા અને વિરાટ બંનેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું અને હજી સુધી અભિનંદનની પ્રક્રિયા સોશિયલ મીડિયા પર ચાલુ છે.
વિરાટની ઇન્સ્ટા પોસ્ટ પછી જ તેના ભાઈ વિકાસ કોહલીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં વિરાટની પુત્રીના માત્ર બે પગ જ દેખાતા હતા. હવે વિકાસ કોહલી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીર વાયરલ થઈ રહી છે. પરંતુ બાદમાં ખુલાસો થયો કે આ તસવીર વિરાટ અનુષ્કાની દીકરીની નથી.
આ પણ જુઓ : આણંદમાં સરકારી અનાજમાં ભેળસેળ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન