Anushka Sharma And Virat Kohli In Quarantine In Dubai Instagram Post
  • Home
  • Entertainment
  • Bollywood
  • એકબીજાથી દૂર થયા અનુષ્કા અને વિરાટ, અભિનેત્રીએ શેર કરી પોસ્ટ

એકબીજાથી દૂર થયા અનુષ્કા અને વિરાટ, અભિનેત્રીએ શેર કરી પોસ્ટ

 | 5:26 pm IST
  • Share

  • અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે દુબઈમાં

  • હોટલ રૂમમાં ક્વોરેન્ટાઇન છે અનુષ્કા શર્મા

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા દુબઈમાં પતિ વિરાટ કોહલી સાથે છે. હાલમાં તે હોટલમાં ક્વોરેન્ટાઇન છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે આગામી ટી20 વર્લ્ડ કપ મેચ માટે યુએઈમાં છે.

હાલમાં ક્વોરેન્ટાઈન છે અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર વિરાટની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે તે હાલમાં વિરાટ સાથે ક્વોરેન્ટાઈન છે. એક તસવીરમાં વિરાટ નીચે લોનમાં ઉભેલો દેખાય છે અને બીજી તસ્વીરમાં તે સામે બાલ્કનીમાં ઉભેલો છે. અનુષ્કાએ ફોટો કેપ્શનમાં લખ્યું- ‘આ બે કૅપ્શન વચ્ચે પસંદગી કરી શકતી નથી કે Quarantine makes the heart fonder & Love in the time of bubble life  ઓહ, તમે સમજી ગયા!’

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ પોસ્ટને 20 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. રણવીર સિંહ, યુઝવેન્દ્ર ચહલ, ટિસ્કા ચોપરા અને સાનિયા મિર્ઝા સહિત બોલિવૂડ અને રમત જગતના ઘણા સેલેબ્સે પણ કોમેન્ટ કરી છે.

અનુષ્કા અને તેના સ્ટાર ક્રિકેટર પતિ વિરાટ, ‘વિરૂષ્કા’એ ડિસેમ્બર 2017માં ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. હાલ તેઓ એક દીકરીના માતાપિતા છે અને દીકરીનું નામ વામિકા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અનુષ્કા શર્મા પાસે હાલ લાઇનમાં બે ફિલ્મો છે. તે નવદીપ સિંહની ‘કનેડા’ અને ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં જોવા મળશે. અનુષ્કા છેલ્લે 2018માં ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. તેણે ગયા વર્ષે ઓટીટી માટે વેબ સિરીઝ ‘પાતાલ લોક’ અને ફિલ્મ ‘બુલબુલ’ નું નિર્માણ કર્યું હતું.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો