અનુષ્કા શર્માની ટીમ ઇન્ડિયા સાથેની એવી તસવીર થઇ ક્લિક કે બની ચર્ચાનું કેન્દ્ર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • અનુષ્કા શર્માની ટીમ ઇન્ડિયા સાથેની એવી તસવીર થઇ ક્લિક કે બની ચર્ચાનું કેન્દ્ર

અનુષ્કા શર્માની ટીમ ઇન્ડિયા સાથેની એવી તસવીર થઇ ક્લિક કે બની ચર્ચાનું કેન્દ્ર

 | 11:58 am IST

મંગળવારે લંડનમાં ભારતીય ઉચ્ચાયોગએ ટીમ ઇન્ડિયાને ડિનર પાર્ટી પર આમંત્રિત કર્યા હતા. બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)એ આ શાનદાર અવસરની તસવીર પોતાના ટ્વીટર એકાન્ઠ પર શેર કરી છે.

આ તસવીરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સિવાય સપોર્ટ સ્ટાફ ભારતીય ડિપ્લોમેટ સાથે પોઝ આપતા નજર આવી રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીથી લઇ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સુધી તમામ લોકો મેચિંગ ડ્રેસમાં જોઇ શકાય છે.

આ ડિનર પાર્ટીમાં બધુ જ વસ્તુ બરાબર રહ્યુ પરંતુ સોશિયલ મીડિયામાં આ તસવીર વાઇરલ થઇ ગઇ છે. જેનું કારણ છે – તસવીરમાં વિરાટ સાથે તેની પત્ની અનુષ્કા શર્માની હાજરી. ટ્વીટર પર સવાલ ઉઠાવવામા આવ્યા છે કે, આ આપરાધિક સમારોહમાં અનુષ્કા શર્મા ટીમ ઇન્ડિયાનો ભાગ કેવી રીતે બની ગઇ, જ્યારે ભારતીય દળમાં શામેલ કોઇ પણ સદસ્યની પત્ની ત્યાં ન હતી.

એક ટ્રોલરનું કહેવુ છે કે, તસવીરમાં અનુષ્કા આગળની લાઇનમાં છે- એ તો યોગ્ય છે, પરંતુ ટીમ ઇન્ડિયાના ઉપ કેપ્ટન અજિંક્ય રહાણે સૌથી પાછળ કેમ છે..?