Anushka Sharma Breaks Silence On Her Pregnancy
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”

પ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”

 | 2:19 pm IST

અનુષ્કા શર્માને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે 10 વર્ષ થઈ ગયા છે. તેણે ‘રબ ને બના દી જોડી’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનુષ્કા અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. કેટલાક દિવસ પહેલા એવી વાતો સામે આવી હતી કે અનુષ્કા શર્મા પ્રેગ્નેંટ છે. પોતાના અંગત જીવન વિશે વાત ના કરનારી અનુષ્કાએ પ્રેગ્નેંસીની વાત પર મૌન તોડ્યું છે. હાલમાં અનુષ્કા ફિલ્મનાં પ્રમોશનને લઇને પોતાની ટીમ સાથે જોવા મળી હતી.

આવી ખબરોનો ઘણીવાર અભિનેત્રીએ સામનો કરવો પડે છે

એક ઇવેન્ટ દરમિયાન અનુષ્કાએ એ ખુલાસો કર્યો કે તે પ્રેગ્નેંટ નથી. પ્રેગ્નેંસી પર અનુષ્કાએ કહ્યું, ‘મને નથી ખબર કે આવા સમાચારો આવે ક્યાંથી છે. આ સંપૂર્ણ રીતે બકવાસ વાતો છે. તમે લગ્ન તો છુપાવી શકો છો, પરંતુ પ્રેગ્નેંસી નહીં.” અનુષ્કાએ વધુમાં કહ્યું, “આવી ખબરોનો ઘણીવાર અભિનેત્રીએ સામનો કરવો પડે છે, પરંતુ મારા માટે આ અફવા કોઈ જ મહત્વ નથી રાખતી. અહીં તો લગ્ન પહેલા જ લોકો તમને પરિણીત માની લે છે. પ્રેગ્નેંટ થયા પહેલા જ તમને મા બનાવી દે છે. મને આનાથી ફર્ક નથી પડતો. આવા સમાચાર સાંભળીને મને હસવુ આવે છે.”

અનુષ્કા શર્મા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ઝીરો’ બાદ કોઈ ફિલ્મ સાઇન ના કરવાને લઇને વાતો થઈ રહી હતી કે પ્રેગ્નેંસીનાં કારણે અનુષ્કા શર્મા બ્રેક લઇ રહી છે. હવે ખુદ અનુષ્કા શર્માએ આ વાતો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. અનુષ્કા શર્મા જલ્દી શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળશે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા એક વિકલાંગ છોકરીનાં પાત્રમાં છે જે ‘સેરેબ્રલ પાલ્સી’ નામની બીમારીથી પીડિત છે. શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની આ ફિલ્મ 21 ડિસેમ્બરનાં રોજ રીલીઝ થશે.