ઓહ...તો 'વિરુષ્કા'ને વેલેન્ટાઈન પર મળશે આ ખાસ 'ગીફ્ટ'... - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઓહ…તો ‘વિરુષ્કા’ને વેલેન્ટાઈન પર મળશે આ ખાસ ‘ગીફ્ટ’…

ઓહ…તો ‘વિરુષ્કા’ને વેલેન્ટાઈન પર મળશે આ ખાસ ‘ગીફ્ટ’…

 | 4:42 pm IST

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વચ્ચે અનુષ્કાના પિતાએ ન્યૂલીવેડ કપલ માટે એક ખાસ ગિફ્ટ લીધી છે. જણાવી દઈએ કે જ્યાં અનુષ્કા પોતાની આગામી ફિલ્મ પરીના જબરજસ્ત ટીઝરના કારણે ચર્ચામાં છે, તો વિરાટ સાઉથ આફ્રિકામાં શાનદાર ઈનિંગ રમીને ટીમને મેચ જીતાડી રહ્યો છે.

હાલમાં જ મેચમાં જ્યારે વિરાટે સેન્ચુરી ફટકારી તો અનુષ્કાએ પોતાના પતિની પ્રશંસા કર્યા વિના રહી ન શકી. તેણે ઈન્સ્ટાગ્રામ પર કોહલીની તસવીરો શેર કરતા ચીયર કર્યું હતું. અનુષ્કાએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, What a Guy. સાથે જ દિલનું ઈમોજી મૂકીને 100 લખ્યું.

બીજી તસવીરમાં વિરાટે બેટિંગથી ફેન્સનું અભિવાદન કરી રહ્યો છે. આ ફોટો પર અનુષ્કાએ લખ્યું, ઉફ, what a guy. અનુષ્કાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. અનુષ્કાને પતિને ચીયર કરવાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

સુત્રોના અહેવાલ મુજબ અનુષ્કાના પિતા રિટાયર્ડ કર્નલ અજય શર્મા પાછલા દિવસોમાં બાન્દ્રામાં એક બુક લોન્ચના પ્રસંગે પહોંચ્યા હતા. આ બુક પ્રેમની કવિતાઓ પર તેજસ્વની દિવ્યા નાઈકે લખી છે. આ બુકના લોન્ચિંગ પર અનુષ્કાના પિતાએ બુકને જોતા જ તેને વિરુષ્કાને આપવાનો નક્કી કરી લીધું. લગ્ન બાદ વિરાટ-અનુષ્કાનો આ પહેલો વેલેન્ટાઈન ડે હશે. ખબરો મુજબ આ દિવસે બંને કામમાં વ્યસ્ત હોવાના કારણે સાથે નહીં હોય.