Anushka Sharma Look alike in Ahmedabad
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુષ્કા શર્માની બીજી હમશકલ અમદાવાદમાં, વિરાટ કોહલી થઇ જશે Confuse

અનુષ્કા શર્માની બીજી હમશકલ અમદાવાદમાં, વિરાટ કોહલી થઇ જશે Confuse

 | 3:35 pm IST

અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ તો ફિલ્મોના લીધે નહીં પરંતુ બીજા કારણોસર સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. જી હા છેલ્લાં કેટલાંક દિવસથી અનુષ્કા શર્માની હમશકલ સોશિયલ મીડિયા પર છવાય ગઇ છે. અમદાવાદમાં પણ અનુષ્કા શર્માની હમશકલ જોવા મળી છે. લાગે છે એવું કે અનુષ્કાની એક પછી એક હમશકલથી વિરાટ કોહલી કયાંક ગૂંચવાય ના જાય તેવી સોશિયલ મીડિયા પર ચર્ચા થાય છે.

કોર્પોરેટ કંપનીમાં કામ કરતા ડિઝાઇનિંગ એન્જિનિયર શિવાંગી દોશી પણ અનુષ્કા શર્માની ડુપ્લીકેટ લાગે છે. તેમનું કહેવું છે કે ઘણા બધા લોકો મને અનુષ્કાની હમશકલ કહે છે. હું અનુષ્કા શર્માની ખૂબ મોટી ફૈન છું. હું એની બધી જ મુવી અચૂક જોઉં છું. મને તેની સ્માઇલ ખૂબ જ ગમે છે. મને અનુષ્કાની સૂઇ ધાગાની એક્ટિંગ ખૂબ જ ગમી હતી. વધુ વાત કરતાં શિવાંગી દોશી એ કહ્યું કે કેટલાંક લોકો મારા મિસ્ટરને વિરાટ કોહલી જેવો કહે છે. આમ અમે બંને અમારા સર્કલમાં વિરાટ-અનુષ્કાની જોડી તરીકે ફેમસ છીએ.

આપને જણાવાનું કે અનુષ્કાની બીજી એક હમશકલ જુલિયા માઇકલ્સને લઇ ફેન્સમાં ખૂબ ક્રેઝ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ફૈન્સ જૂલિયાને જોઇ મજેદાર મીમ્સ અને કમેંટ્સ કરી રહ્યાં હતા. જૂલિયાએ પણ બંને તસવીરોને ટ્વીટ કરી લખ્યું કે અનુષ્કા કદાચ આપણે જુડવા છીએ. જુલિયા એ પોસ્ટમાં અનુષ્કાને ટેગ પણ કર્યું. ટ્વીટ કરાયેલ તસવીરમાં જુલિયા અને અનુષ્કા હૂબહુ એક જેવા દેખાઇ રહ્યા છે. તેમણે લખ્યું કે ‘OMG હા…હું આખી જિંદગી તને અને આપણા જેવા બીજા 5 હમશકલોને શોધતી રહી.’

જુલિયાની ટ્વિટ પરથી એવું નથી લાગતું કે અનુષ્કા અને જુલિયાની હમશકલ અમદાવાદની શિવાંગી દોશી છે. તો શું હવે જુલિયાને બીજા 4 હમશકલ જ શોધવાના રહેશે કે શું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન