Photos: Anushka Sharma Looking Gorgeous in Banarasi Saree
  • Home
  • Featured
  • Photos: અનુષ્કાને અપાયો સ્મિતા પાટિલ એવોર્ડ, બનારસી સાડીમાં લાગી રહી છે અત્યંત સુંદર

Photos: અનુષ્કાને અપાયો સ્મિતા પાટિલ એવોર્ડ, બનારસી સાડીમાં લાગી રહી છે અત્યંત સુંદર

 | 12:29 pm IST

અનુષ્કા શર્મા અત્યારે પોતાની ફિલ્મ ‘સુઈ ધાગા’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અનુષ્કા શર્મા ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. બુધવારે અનુષ્કા શર્માને 34માં પ્રિયદર્શિની અકાદમી ગ્લોબલ એવોર્ડ્સમાં સ્મિતા પાટિલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ્ શૉમાં અનુષ્કા શર્મા લીલી અને ગોલ્ડન કલરની બનારસી સાડીમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: Photos: ‘સુઈ ધાગા’ની અનુષ્કા પર બનેલા આ મેમે પેટ પકડી હસાવશે

અનુષ્કાનો આ ટ્રેડિશનલ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુષ્કાની સાડીને કોઇ ડિઝાઇનરે નહીં પરંતુ લોકલ કારીગરોએ બનાવી છે. આ એવોર્ડ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ જણાવ્યું કે ‘સુઈ ધાગા’નાં શૂટિંગ દરમિયાન તેણે ઘણી બનારસી અને ચંદેરી સાડીઓ લોકલ કારીગરો પાસેથી ખરીદી હતી.

આ પણ વાંચો: આ બીમારીથી પીડાઈ રહી છે અનુષ્કા શર્મા, કરવો પડે છે આવી સમસ્યાઓનો સામનો

અનુષ્કા શર્મા અને વરૂણ ધવનની આ ફિલ્મ 28 સપ્ટેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે. ફિલ્મની વાર્તા ઘણી જ સારી છે અને ફિલ્મનું ટ્રેલર પણ ઘણું જ પ્રોમિસિંગ છે. તો ફિલ્મનું પ્રમોશન પણ ઘણી જ અલગ રીતે અને શાનદાર રીતે કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ મેક ઇન ઇન્ડિયાની થીમ પર બની છે જેનું નિર્દેશન શરત કટારિયાએ કર્યું છે.