anushka-sharma-producer-of-the-production-house-did-not-sell-panipuri
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભેળપુરી વેચવા નથી બનાવ્યું પ્રોડક્શન હાઉસ ભડકી અનુષ્કા શર્મા

ભેળપુરી વેચવા નથી બનાવ્યું પ્રોડક્શન હાઉસ ભડકી અનુષ્કા શર્મા

 | 4:33 pm IST

પોતાની આગામી ફિલ્મ ઝીરોના પ્રમોશન દરમિયાન અનુષ્કા શર્માએ પોતાની ફિલ્મ, અંગત જીવન, ફિલ્મ બિઝનેસ અને પોતાના પ્રોડક્શન હાઉસના પ્રોજેક્ટ પર વાત કરી હતી. ફિલ્મ ઝીરોના એક સામૂહિક ઈન્ટરવ્યૂ દરમિયાન અનુષ્કાને કેટલાક સવાલો પુછવામાં આવતા તે ભડકી હતી. તેના જવાબ પરથી એ સ્પષ્ટ લાગી રહ્યું હતુ કે કેટલાક મામલે તે સ્પષ્ટ નથી અને ક્યાંક ગુંચવાઈ રહી છે. હાલ નિર્માતા બની ચુકેલી આ અભિનેત્રી કેટલીક વાતોમાં સ્પષ્ટ નથી. કેટલાક સવાલોના અનુષ્કાએ ફેરવી ફેરવીને જવાબ આપ્યા હતા.

અનુષ્કા શર્માને ફિલ્મની કમાણી અને બજેટ અંગે સવાલ પુછતા તેણે જણાવ્યુ કે મને ફિલ્મોના બજેટ અને બોક્સ ઓફિસની કમાણી પર થતી ચર્ચામાં સમજ નથી પડતી. મારા હિસાબે એક ફિલ્મને બનાવવા ફિલ્મને ફિલ્મની જેમ જ જોવી જોઈએ. જો કોઈ ફિલ્મ લોકોને ગમે છે તો તેની કમાણી 2000 કરોડની પણ થઈ શકે છે. મને એ સમજમાં નથી આવતુ કઈ ફિલ્મે કેટલી કમાણી કરવી જોઈએ. ભેળપુરી વેચવા નથી બનાવ્યું પ્રોડક્શન હાઉસ ભડકી અનુષ્કા શર્મા

અનુષ્કાએ કહ્યુ કે કોઈ ફિલ્મ સારી કમાણી કરી રહી છે તો 200 કરોડમાં બનેલી ફિલ્મ 800 કરોડ કમાઈ જાય છે. મારા માટે સૌથી વધુ એ જરૂરી છે કે ફિલ્મ જોયા પછી લોકો સતત એ ફિલ્મ અંગે જ વિચારતા રહે. અથવા તો લોકો એક બીજાને તે ફિલ્મ જોયા પછી તે ફિલ્મ જોવાની સલાહ આપે. મારા માટે તો સ્ટોરી મહત્વની છે.

હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ બધાઈ હો એ ખુબજ સારો બિઝનેસ કર્યો છે. હજુ પણ તે ફિલ્મ ચાલી રહી છે અને લોકો તેને જોવા જઈ રહ્યા છે. આજ સાચી સફળતા છે. કોઈ ફિલ્મની સફળતાનું અનુમાન તમે નથી લગાવી શકતા. ફિલ્મ બનાવવી દર્શકોને પસંદ આવે તે કોઈ ગણિત જેવો સવાલ નથી, જેનો જવાબ એક સરખો જ હોય.

આ અંગે કોઈ અનુમાન ન લગાવી શકાય. ક્યારેક કોઈ ફિલ્મને લઈને ખુબ મોટી આશા સેવવામાં આવે છે અને તે નિષ્ફળ રહે છે. આને એક શીખ માનીને આગળ વધવુ જોઈએ. આનંદ એલ રાયના નિર્દેશનમાં તૈયાર થયેલી ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. ઝીરો 21 ડિસેમ્બરે દેશભરમા સિનેમાહોલમાં રિલીઝ થશે.